Get The App

ગોબી મંચુરિયન ખાનારા ચેતજો- ગોવા પછી કર્ણાટકે પણ મુકયો પ્રતિબંધ

ચાઇનિઝ ફૂડમાં ફૂડ કલરિંગ એજન્ટ રોડામાઇન -બીનો ઉપયોગ ધ્યાનમાં આવ્યો

આ એક પ્રકારનું કેમિકલ જે આરોગ્ય માટે ખૂબજ નુકસાનકારક છે.

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
ગોબી મંચુરિયન ખાનારા ચેતજો- ગોવા પછી  કર્ણાટકે પણ મુકયો પ્રતિબંધ 1 - image


બેંગ્લોર,૧૧ માર્ચ,૨૦૨૪,સોમવાર 

કર્ણાટક સરકારે ગોબી મંચુરિયનમાં વપરાતા ફૂડ કલરિંગ એજન્ટ રોડામાઇન -બી ના ઉપયોગ પર પ્રતિબંધ મુકયો છે. રોડામાઇન બી સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે. કર્ણાટકના આરોગ્યમંત્રી દિનેશચંદ્ર ગુંડૂરાવે કોઇ વિક્રેતા આ કેમિકલનો ઉપયોગ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

એટલું જ નહી ગોબી મંન્ચૂરિયન ડિશ વિરુધ એક વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. કોઇ પણ ભોગે નુકસાનકારક રોડામાઇન બી નો ઉપયોગ ચલાવી લેવામાં આવશે નહી. આ ફૂડ કલરિંગ એજન્ટ નુકસાનકારક હોવાથી નિયમ ભંગ કરનારાને ૭ વર્ષ જેલની સજા અને ૧૦ લાખ રુપિયાનો દંડ થશે. ખાધ સુરક્ષાએ સૌથી મોટી પ્રાથમિકતા હોવાથી બીજા વ્યંજનોમાં પણ આ પ્રકારના કેમિકલ વપરાતા હશે તો પગલા ભરવામાં આવશે.

આ ઉપરાંત હાનિકારક કેમિકલનો ફૂડમાં વપરાશ કરવા સામે રેસ્ટોરન્ટ માલિકોને પણ જવાબદાર ગણીને પગલા ભરવાની જાહેરાત કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર ગત મહિને ગોવાના સ્થાનિક શાસને પોતાની હદમાં આવતા ફૂડ વિસ્તારમાં ગોબી મંચુરિયનના વેચાણ પર પ્રતિબંધ મુકયો હતો. રેસ્ટોરન્ટસ અને ફૂડ રેકડીવાળાઓ ચાઉનિઝ ફૂડ  તૈયાર કરતી વખતે સ્વચ્છતાના નિયમોનું પાલન કરતા ન હતા.ખાસ કરીને ગોબી બનાવવામાં હાનિકારક કેમિકલનો ઉપયોગ થતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

આ અંગે નગરપાલિકાના મેમ્બર તારક અરોલકરે મુદ્વો ઉઠાવીને શ્રી બોડેશ્વક મંદિરના મેળા દરમિયાન ગોબી મંચૂરિયન બેચનારાને અનુમતિ નહી આપવાની માંગણી કરી હતી. ગોવા પછી હવે કર્ણાટકમાં પણ ગોબી મંચુરિયનમાં વપરાતા ફૂડ કલરિંગના લીધે પ્રતિબંધ મુકાયો છે. ચાઇનિઝ ફૂડ ખાસ કરીને ગોબી મંચુરિયન ખાનારાએ ચેતી જવા જેવું છે.


Google NewsGoogle News