Get The App

બિહારના ઔરંગાબાદમાં બકરીએ આપ્યો વાછરડાં જેવા દેખાતા બે બચ્ચાંને જન્મ, ચમત્કાર જોવા ઉમટી ભીડ

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
બિહારના ઔરંગાબાદમાં બકરીએ આપ્યો વાછરડાં જેવા દેખાતા બે બચ્ચાંને જન્મ, ચમત્કાર જોવા ઉમટી ભીડ 1 - image


Goat gives birth to calf: બિહારના ઔરંગાબાદમાં એક એવી ઘટના બની છે કે સવારથી જ એક ખેડૂતની બકરી અને તેના બચ્ચાંને જોવા લોકોની કતારો લાગી છે. આખરે એવું તો શું બન્યું કે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા છે.  અહીંના બિલાસપુર ગામના એક ખેડૂતની બકરીએ ગાયના વાછરડાં જેવા દેખાતા બચ્ચાંને જન્મ આપ્યો છે. જો કે, આ ઘટના એવી છે કે જીવવિજ્ઞાન પર સંશોધન કરનારા પણ આશ્ચર્યચકિત થઈ જશે. 

બકરીએ વાછરડાં જેવા દેખાતા બચ્ચાંને જન્મ આપ્યો 

આ બકરીએ બિલકુલ ગાયના વાછરડાં જેવા દેખાતા બે બચ્ચાંને જન્મ આપ્યો છે, જેમનું મોં, માથું અને પૂંછડી ગાય જેવા દેખાય છે, કાન પણ મોટા છે અને પગની રચના પણ સંપૂર્ણપણે વાછરડા જેવી જ છે.  આ બંને બચ્ચાં કાળા રંગના છે.  તેઓ સૂતેલા હોય ત્યારે તો બિલકુલ વાછરડાં જેવા દેખાય છે. તેથી આ ખેડૂતના ઘરે આસપાસના ગામમાંથી પણ લોકો આ બચ્ચાં જોવા પહોંચી રહ્યા છે.  

બકરીએ ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો 

હકીકતમાં આ બકરીએ ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો છે. તે પૈકી બચ્ચું સંપૂર્ણપણે બકરી જેવું છે અને અન્ય બે બચ્ચાં વાછરડાં જેવા છે. કેટલાક લોકો તેને ભગવાનનો ચમત્કાર કહી રહ્યા છે. મળતી માહિતી મુજબ, આ બકરી પશુપાલક જીતન સિંહની છે. તેણે ​​સવારે એક સાથે ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો હતો. જિતનના પત્ની રિતુ દેવીએ આ ત્રણેય બચ્ચાંને જોયા ત્યારે તે ચોંકી ઉઠી હતી. આ અંગે તેણે પડોશીઓને જાણ કરતા તેઓ પણ વાછરડાં જેવા દેખાતા બચ્ચાંને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 

આ ઘટના વિષે પશુચિકિત્સકોના મત

પશુચિકિત્સકોના મતે કેટલીકવાર આનુવંશિક વિકૃતિઓ અને જટિલતાના કારણે ગર્ભનો આકાર બદલાઈ જાય છે. આ પ્રકારની ઘટનાઓ ભાગ્યે જ બને છે. દુનિયામાં કુદરતના ઘણાં રૂપ જોઈ શકાય છે, જેના કારણે લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

બિહારના ઔરંગાબાદમાં બકરીએ આપ્યો વાછરડાં જેવા દેખાતા બે બચ્ચાંને જન્મ, ચમત્કાર જોવા ઉમટી ભીડ 2 - image


Google NewsGoogle News