Exit Poll : ગોવામાં બીજેપી-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ, અન્ય ભજવશે મહત્વનો રોલ
યુપી અને પંજાબમાં કોંગ્રેસનો સફાયો થયા બાદ આશા સેવાઈ રહી હતી કે ગોવામાં કોંગ્રેસ સત્તામાં પરત ફરી શકે છે. જોકે એક્ઝિટ પોલના તારણમાં દેખાઈ રહ્યું છે કે આ રાજ્યમાં બીજેપી-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાઈ શકે છે.
એક્ઝિટ પોલના સર્વેના અનુસાર 40 બેઠકોમાંથી કોંગ્રેસને ફાળે 11થી 17 બેઠકો આવી શકે છે તો ભાજપને 16થી 22 બેઠકો મળી શકે છે. જોકે આ રાજ્યમાં આમ આદમી પાર્ટીને પણ મહત્તમ 2 બેઠકો મળી શકે છે એટલેકે આ રાજ્યમાં અંદાજ છે કે અન્યને ફાળે 5થી 7 બેઠકો જઈ શકે છે.
જો આ સર્વે સાચો પડે તો ગોવામાં તોડો-જોડો સરકાર બનાવોની નીતિ અપનાવાઈ શકે છે.
Exit Poll Survey :
પંજાબમાં આપના ઝાડુથી કોંગ્રેસનો સફાયો...!
Exit Poll : મણિપુરમાં વાગશે ભાજપનો ડંકો
Exit Poll : ઉત્તરપ્રદેશમાં ફરી યોગી સરકારની સંભાવના
ઉત્તરાખંડના Exit Poll : બીજેપી-27, કોંગ્રેસ-32, AAPનું ખાતું ખુલવાની સંભાવના નહિ