GLOF : ભારતમાં ગ્લેશિયર લેકથી 30 લાખ લોકોને ખતરો, સિક્કિમ-કેદારનાથ જેવી દુર્ઘટના ગમે ત્યારે થઇ શકે

30 દેશોમાં 1089 ગ્લેશિયર લેક બેસીન છે જ્યાં આશરે 9 કરોડ લોકો રહે છે

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
GLOF : ભારતમાં ગ્લેશિયર લેકથી 30 લાખ લોકોને ખતરો, સિક્કિમ-કેદારનાથ જેવી દુર્ઘટના ગમે ત્યારે થઇ શકે 1 - image


30 lakh indian lives in glacial lake floods prone area : ભારતના 30 લાખ લોકો કેદારનાથ અને સિક્કિમ જેવી આપત્તિઓ લાવી શકે તેવા બેઝીન એટલે કે નીચલા વિસ્તારમાં રહે છે. સમગ્ર વિશ્વની વાત કરવામાં આવે તો 30 દેશોમાં 1089 ગ્લેશિયર લેક બેસીન છે જ્યાં આશરે 9 કરોડ લોકો રહે છે. તેમાંથી 1.50 કરોડ લોકો ગ્લેશીયલ લેકથી માત્ર 50 કિલોમીટરના અંતરે રહે છે. 

1089 લેક તૂટે તો નવ કરોડ તો નહી પરંતુ 90.30 લાખ લોકોના મોતની સંભાવના 

તેનો અર્થ એમ કહી શકાય કે ગ્લેસીયલ લેક પાસે જેટલા નજીક રહેશો એટલો જ ખતરો વધારે હશે. આ વર્ષના નેચર કોમ્યુનિકેશન જર્નલમાં અભ્યાસ પ્રકાશિત થયો હતો. જો 1089 લેક તૂટે તો નવ કરોડ તો નહી પરંતુ 90.30 લાખ લોકો માર્યા જવાની સંભાવના છે. 

GLOF : ભારતમાં ગ્લેશિયર લેકથી 30 લાખ લોકોને ખતરો, સિક્કિમ-કેદારનાથ જેવી દુર્ઘટના ગમે ત્યારે થઇ શકે 2 - image

માત્ર ચાર જ દેશો એવા છે કે જ્યાં સૌથી વધુ ગ્લેશિયર લેક

સમગ્ર વિશ્વમાં માત્ર ચાર જ દેશો એવા છે કે જ્યાં સૌથી વધુ ગ્લેશિયર લેક છે. 1089 ગ્લેશિયર લેક માંથી અડધા આ ચાર દેશોમાં જ છે. આ દેશો છે- ભારત, પાકિસ્તાન, પેરુ અને ચીન. 48 ટકા લોકો આવા બર્ફીલા તળાવોની 20 થી 35 કિલોમીટરની રેન્જમાં નીચાણવાળા વિસ્તારોમાં રહે છે. તળાવોની 5 કિમી ત્રિજ્યામાં માત્ર 3 લાખ લોકો રહે છે.

સામાન્ય રીતે હાઈ માઉન્ટેન એશિયા (HMA)માં ગ્લેશિયર લેક વધુ જોવા મળે છે. તેમની આસપાસ બહુ વસ્તી રહેતી નથી. પરંતુ આ તળાવોના નીચેના વિસ્તારોમાં લોકો રહે છે. જે અભ્યાસ પરથી આ ઘટસ્ફોટ થયો છે. તેમાં, વૈજ્ઞાનિકોએ વિશ્વની ચાર સૌથી મોટી પર્વતમાળાઓને અડીને આવેલા બેસિનની તપાસ કરી. આ છે – HMA, યુરોપિયન આલ્પ્સ, એન્ડીસ અને પેસિફિક નોર્થવેસ્ટ. આ સિવાય 131 બેસિન ઊંચા આર્કટિક અને બહારના દેશોમાં છે.

GLOF : ભારતમાં ગ્લેશિયર લેકથી 30 લાખ લોકોને ખતરો, સિક્કિમ-કેદારનાથ જેવી દુર્ઘટના ગમે ત્યારે થઇ શકે 3 - image

આટલા લોકો પર સંકટ 

1089  ગ્લેશિયર લેક પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વા બેસિન, પેરુના સાંતા બેસિન અને બોલિવિયાના બેની બેસિનમાં છે. આ ખૂબ જ જોખમી તળાવો છે. આ કોઈપણ સમયે તૂટી શકે છે. પાકિસ્તાનમાં આ તળાવોની આસપાસ 12 લાખ લોકો રહે છે. 90 હજાર લોકો પેરુમાં અને 10 હજાર લોકો બોલિવિયામાં રહે છે.

GLOF : ભારતમાં ગ્લેશિયર લેકથી 30 લાખ લોકોને ખતરો, સિક્કિમ-કેદારનાથ જેવી દુર્ઘટના ગમે ત્યારે થઇ શકે 4 - image

ગ્લેશિયર લેકમાં 37 થી 93 ટકાનો વધારો 

છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતના હિમાલયના  ઊંચા પર્વતો પર ગ્લેશિયર લેકમાં 37 થી 93 ટકાનો વધારો થયો છે. એટલે કે હિમાલયના ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે. ભારતની મોટાભાગની મોટી નદીઓ હિમાલયના હિમનદીઓમાંથી આવે છે. ભારતના ચાર રાજ્યોમાં કુલ 34 મોટા ગ્લેશિયર્સ છે. તેમની વચ્ચે 14 મોટા ગ્લેશિયર્સ છે.

હજારો નાના ગ્લેશિયર્સ છે. જે ચાર રાજ્યોમાં હિમનદીઓ છે તે છે લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશ. લદ્દાખમાં 15 મોટા ગ્લેશિયર છે. આ પેન્સિલંગપા, દુરુંગ દુરુંગ, પાર્કચીક, સગાટોગ્પા, સગાતોગ્પા પૂર્વ, થરા કાંગરી, ગરમ પાણી, રાસા-1, રાસા-2, અર્ગોન્ગ્લાસ ગ્લેશિયર, ફનાંગમા, પનામિક-1, પનામિક-2, સાસેર-1 અને સેસર-2 છે.

GLOF : ભારતમાં ગ્લેશિયર લેકથી 30 લાખ લોકોને ખતરો, સિક્કિમ-કેદારનાથ જેવી દુર્ઘટના ગમે ત્યારે થઇ શકે 5 - image

સૌથી ઝડપથી પીગળતા ગ્લેશિયર્સ અર્ગનગ્લાસ અને દુરુંગ દુરુંગ

લદ્દાખના ગ્લેશિયર દર વર્ષે ખૂબ જ ઝડપથી પીગળી રહ્યા છે. અહીંના સૌથી ઝડપથી પીગળતા ગ્લેશિયર્સ અર્ગનગ્લાસ અને દુરુંગ દુરુંગ છે. આર્ગોન્ગ્લાસ દર વર્ષે 18.86 મીટરના દરે અને દુરુંગ દુરુંગ પ્રતિ વર્ષ 12.0 મીટરના દરે પીગળી રહ્યા છે. થરા કાંગરી ગ્લેશિયર અહીંનું એકમાત્ર ગ્લેશિયર છે, જેમાં છેલ્લા પાંચ વર્ષમાં વધારો થયો છે. તે દર વર્ષે 11.13 મીટરના દરે વધ્યો છે.

અરુણાચલ પ્રદેશનું આ ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યું છે 

અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો અહીં માત્ર એક જ ગ્લેશિયર છે, ખાંગરી. આ ગ્લેશિયર છેલ્લા પાંચ વર્ષમાં પ્રતિવર્ષ 6.50 મીટરના દરે પીગળી રહ્યું છે. જે આ વિસ્તાર માટે જોખમી છે. હિમાચલમાં 12 મોટા ગ્લેશિયર્સ છે. ગેપાંગ ગાથ સૌથી ઝડપથી ઘટતો ગ્લેશિયર છે. તે દર વર્ષે 30 મીટરના દરે ઘટી રહ્યો છે.

ઉત્તરાખંડમાં હિમનદીઓ પીગળવાનો દર દેશમાં સૌથી વધુ

ઉત્તરાખંડમાં છ મોટા ગ્લેશિયર છે. માબાંગ ગ્લેશિયર દર વર્ષે 6.96 મીટર, પ્યુંગરુ ગ્લેશિયર 4.45 મીટર, ચિપા 7.90 મીટર પ્રતિ વર્ષ, ગંગોત્રી ગ્લેશિયર 33.80 મીટર પ્રતિ વર્ષ, ડોકરિયાની 21 મીટર પ્રતિ વર્ષ, ચોરાબારી 11 મીટરના દરે પીગળી રહ્યા છે. એટલે કે ઉત્તરાખંડમાં હિમનદીઓ પીગળવાનો દર દેશમાં સૌથી વધુ છે. સૌથી મોટો ખતરો પણ અહી છે.


Google NewsGoogle News