ફાકડું અંગ્રેજી બોલવામાં દિલ્હી ટોપ પર, રાજસ્થાન-યુપીની પણ ટોપ-10માં એન્ટ્રી, જુઓ રિપોર્ટ
Global English Proficiency Report 2024 : વિશ્વભરમાં ફાકડું અંગ્રેજી બોલનારા અનેક દેશના ડેટાને લગતો એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. પીયર્સન દ્વારા જાહેર કરાયેલા નવા અહેવાલમાં અંગ્રેજી બોલવામાં અવલ્લ ભારતના ટોપ 10 રાજ્યોનો સમાવેશ થાય છે. જેમાં ફાકડું અંગ્રેજી બોલવામાં દિલ્હી પ્રથમ સ્થાને છે, જ્યારે રાજસ્થાન બીજા સ્થાને છે. રિપોર્ટમાં આ સાથે દેશના લેખન અને કૌશલ્યના કેટલાક ચોંકાવનારા આંકડા પણ સામે આવ્યા છે.
'વૈશ્વિક અંગ્રેજી પ્રાવીણ્ય અહેવાલ'માં ભારતના ટોપ 10 રાજ્યો
પીયર્સન દ્વારા આજે સોમવારે 'વૈશ્વિક અંગ્રેજી પ્રાવીણ્ય અહેવાલ' જાહેર કર્યો છે. જેમાં ભારત, ફિલીપીન, જાપાન, ઇજિપ્ત, કોલંબિયા અને યુરોપમાં અંગ્રેજી કાર્યક્ષમતાના વલણનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. પીયર્સનના રિપોર્ટમાં વર્તમાન કૌશલ્ય સ્તરો અને ઉભરતા વલણોનું વિસ્તૃત વિવરણ પ્રસ્તુત કરનારા વિશ્વભરમાં આયોજિત લગભગ 7.50 લાખ વર્સન્ટ પરીક્ષણોના ડેટા એકત્રિત કરીને વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. 'વર્સન્ટ' એ અંગ્રેજી ભાષાનું મૂલ્યાંકન ઉપકરણ છે, જે ઉમેદવારોની અંગ્રેજી ભાષાની પ્રાવીણ્યનું સચોટ અને અસરકારક રીતે મૂલ્યાંકન કરે છે અને વ્યવસાયોને તેમની જરૂરિયાતોને અનુરૂપ શ્રેષ્ઠ પ્રતિભાને નિયુક્ત કરવામાં મદદ કરે છે.
વિશ્વમાં સૌથી વધુ અંગ્રેજી બોલનારું રાજ્ય દિલ્હી
રિપોર્ટ મુજબ, વિશ્વભરમાં અંગ્રેજી બોલવામાં ભારતના દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને તમિલનાડુ રાજ્યો મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જ્યારે વૈશ્વિક અંગ્રેજી કૌશલ્ય સરેરાશ સ્કોર 57 છે, જેમાં ભારતનો અંગ્રેજી કૌશલ્ય સરેરાશ સ્કોર 52 હોવાથી ઓછો છે. પરંતુ દેશનો અંગ્રેજી બોલવાનો સરેરાશ સ્કોર 57 છે, જેમાં વૈશ્વિક સરેરાશ સ્કોર 54 છે. ભારતનો અંગ્રેજી લખાણનો સરેરાશ સ્કોર અને વૈશ્વિક લખાણ સરેરાશ સ્કોર 61-61 છે. જેમાં દિલ્હી સૌથી વધુ અંગ્રેજી બોલવાના 63 સ્કોરથી પહેલા સ્થાન પર છે, આ પછી રાજસ્થાનમાં 60 અને પંજાબમાં 58નો સ્કોર છે.
આ પણ વાંચો: ચીનના HMPV વાઇરસનો પહેલો કેસ, માહિતી છુપાવનારી અમદાવાદની હૉસ્પિટલને નોટિસ
પીયર્સનના અંગ્રેજી ભાષા શિક્ષણ વિભાગના અધ્યક્ષ જિયોવાનીએ કહ્યું કે, 'આજની વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અંગ્રેજી કાર્યક્ષમતા માત્ર એક કૌશલ્ય નહી, પરંતુ એક વ્યૂહાત્મક સંપત્તિ છે. 'વૈશ્વિક અંગ્રેજી પ્રાવીણ્ય અહેવાલ-2024' નોકરીદાતાઓના ડેટા-સંચાલિત આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે. જેનાથી તેમની કાર્યક્ષમતાને નિયુક્ત કરવા અને વિકસિત કરવાના યોગ્ય નિર્ણય લેવા માટે આવશ્યક સાબિત થાય.'