Get The App

ગ્લેમરસ સાધ્વી સોશિયલ મીડિયા પર ચર્ચામાં, પ્રેમને વશમાં કરવાનો મંત્ર પણ જણાવ્યો...

Updated: Jan 15th, 2025


Google NewsGoogle News
ગ્લેમરસ સાધ્વી સોશિયલ મીડિયા પર ચર્ચામાં, પ્રેમને વશમાં કરવાનો મંત્ર પણ જણાવ્યો... 1 - image


Image: Facebook

Mahakumbh Mela 2025: મહાકુંભના પહેલા દિવસે પોષ પૂનમે સાધ્વીના વેશમાં એક મહિલાની તસવીરો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. આ વાઇરલ તસવીરો અને વીડિયો જોઈને યુઝર્સ તેમને સૌથી સુંદર અને ગ્લેમરસ સાધ્વી ગણાવી રહ્યા છે. જો કે તેમનું કહેવું છે કે 'હું કોઈ સાધ્વી નથી, હજુ તો સનાતન ધર્મને સમજી રહી છું.’ 

હર્ષા રિછારિયા નામની આ મહિલાની @host_harsha નામથી બનેલી ઈન્સ્ટાગ્રામ આઈડી પર ઘણી રીલ્સ જોવા મળે છે. જે તેમના નવા રૂપના સામે આવ્યા બાદ વધુ ચર્ચામાં છે. આમાં એક વીડિયો આવો જ છે, જેમાં તેઓ માથા પર ચંદનનો ચાંદલો લગાવેલા અને ગળામાં સ્ફટિકની માળા પહેરીને બેઠા છે અને ફોલોઅર્સને કંઈક જણાવી રહ્યાં છે.

આ પણ વાંચો: ક્યાં અને કેવી રીતે રહે છે મહિલા નાગા સાધુ, જાણો રહસ્યમયી દુનિયાના નિયમો

આ વીડિયોમાં હર્ષા કહે છે, 'હર હર મહાદેવ, જય શ્રી રામ. ઘણાં લોકો મને મેસેજ કરી રહ્યાં છે કે દીદી અમને અમારા પ્રેમ વશમાં કરવો છે જેથી તે અમારી સાથે લગ્ન કરી લે અને ક્યારેય દૂર ન જાય. તો આજે હું તમને એવો મંત્ર જણાવવાની છું જેનાથી તમે તમારા જીવનમાં પોતાનો પ્રેમ, ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડને વશમાં કરી શકો છો. જે તમને ક્યારેય છોડીને જશે નહીં. તમારી દરેક વાત માનશે. અને તે મંત્ર છે- ॐ ફટ્ સ્વાહા. આ મંત્રનો તમારે દરરોજ 1008 વખત જાપ કરવાનો છે અને આગામી 11 દિવસ સુધી કરવાનો છે. જો બારમાં દિવસ સુધી તમને કોઈ પરિણામ ન મળ્યું તો પાછી કમેન્ટ કરજો, નવો મંત્ર જણાવીશ. હું પોતે શોધી રહી છું.'

આ રીતે ખબર પડે છે કે આ એક ફની રીલ છે અને આવો કોઈ મંત્ર નથી. 

એક વીડિયોમાં તેમણે જણાવ્યું હતું કે 'હું એક્ટિંગને છોડીને શાંતિની શોધમાં આ માર્ગ પર ચાલી રહી છું અને હજુ સનાતનને સમજી રહું છું. હું 30 વર્ષની છું. ઉત્તરાખંડથી આવી છું અને આચાર્ય મહામંડલેશ્વરની શિષ્યા છું.' તાજેતરની તસવીરો સિવાય તેમની જૂની ગ્લેમરસ તસવીરો વાઇરલ છે જેમાં તેમનો મોર્ડન અવતાર જોવા મળે છે. 

હર્ષા રિછારિયા નિરંજની અખાડાના શિષ્યા છે. તેમનો જન્મ યુપીના ઝાંસીમાં થયો બાદમાં તે એમપીના ભોપાલમાં શિફ્ટ થઈ ગયા. માતા-પિતા અત્યારે ભોપાલમાં જ રહે છે. હર્ષાએ ઘણા સમય સુધી મુંબઈ અને દિલ્હી વગેરે શહેરોમાં રહીને કામ કર્યું. બાદમાં તેમનું મન અધ્યાત્મ તરફ વળી ગયુ. ઘણા સમયથી તે ઉત્તરાખંડમાં રહીને સાધના કરી રહ્યાં છે. 


Google NewsGoogle News