Get The App

'અમારા હકની બેઠકો આપો, નહીંતર ભારે પડીશું...', દિગ્ગજ પાર્ટીએ I.N.D.I.A. નું ટેન્શન વધાર્યું

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
'અમારા હકની બેઠકો આપો, નહીંતર ભારે પડીશું...', દિગ્ગજ પાર્ટીએ I.N.D.I.A. નું ટેન્શન વધાર્યું 1 - image


Image: Facebook

Samajwadi Party Newly Elected MPs Visit Mumbai: ઉત્તર પ્રદેશમાં લોકસભા પ્રદર્શનથી ઉત્સાહિત સમાજવાદી પાર્ટીના નેતાઓએ શુક્રવારે કહ્યું કે તેમને આશા છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણીમાં ઈન્ડિયા બ્લોકના સહયોગી તેમને તે સન્માન આપશે જેના તેઓ હકદાર છે. નવા ચૂંટાયેલા સપા સાંસદોને સન્માનિત કરવા માટે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં પાર્ટીના મહારાષ્ટ્ર એકમે ઓક્ટોબરમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે રણશિંગૂ ફૂંક્યુ. સમાજવાદી પાર્ટીના સાંસદોએ મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર અને મણિ ભવન ગાંધી સંગ્રહાલયની મુલાકાત લીધી. 

ભિવંડી ઈસ્ટ બેઠકથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રઈસ શેખે ભાજપ, શિવસેના અને કોંગ્રેસ-એનસીપી પર તેમની પાર્ટીના કાર્યકર્તાઓની સાથે અન્યાય કરવાનો આરોપ લગાવ્યો. મહારાષ્ટ્રમાં વિપક્ષના એમવીએ ગઠબંધનના ઘટક, જેમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સામેલ છે. રાષ્ટ્રીય સ્તર પર પણ ઈન્ડિયા બ્લોકનો ભાગ છે. રઈસ શેખે કહ્યું, અમે હવે ભાગીદાર બની રહ્યાં છે. આજે ઈન્ડિયા બ્લોકનો પાયો સમાજવાદી પાર્ટી પર ટકેલો છે જો અખિલેશ યાદવ કંઈ કહે છે તો ઈન્ડિયા બ્લોકના કોઈ પણ નેતા ના પાડી શકતાં નથી. અમને તે બેઠકો મળશે જેના અમે હકદાર છીએ. અમે તે સન્માન ઈચ્છીએ છીએ જેના અમે હકદાર છીએ. બેઠક વહેંચણી પર વાતચીત શરૂ થઈ ગઈ છે.

સમગ્ર દેશમાં PDA ફોર્મ્યુલા લાગુ થાય

રઈસ શેખે કહ્યું, અમે માત્ર બે ધારાસભ્ય છીએ પરંતુ અમે 100 ધારાસભ્યો પર ભારે પડી શકીએ છીએ. અમારા 10 ધારાસભ્ય 288 પર ભારે પડી જશે. સપાએ મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી લડી નહોતી. તેણે ઉત્તર પ્રદેશમાં 37 બેઠકો જીતી અને ભાજપને મોટો ઝટકો આપ્યો. મહારાષ્ટ્રમાં તેમના માત્ર બે ધારાસભ્ય છે, બંને મુસ્લિમ સમુદાયથી છે. ફૈજાબાદથી સપા સાંસદ અવધેશ પ્રસાદે કહ્યું કે પાર્ટીની પછાત, દલિત, લઘુમતી (PDA) સોશિયલ એન્જીનિયરીંગ ફોર્મ્યુલા સમગ્ર દેશમાં લાગુ કરી દેવી જોઈએ. અવધેશ પ્રસાદે કહ્યું, સપાના સમર્થન વિના કેન્દ્રમાં સરકાર બની શકતી નથી.

અબુ આઝમીએ નામ લીધા વિના MNS પર નિશાન સાધ્યુ

મુંબઈની શિવાજીનગર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરનાર સપા ધારાસભ્ય અબુ આઝમીએ કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં પાર્ટીનું મનોબળ ખૂબ ઊંચુ છે. આઝમીએ કહ્યું, ઉત્તર ભારતીયોને પડકાર આપવો જોઈએ નહીં. નહીંતર તે આકરો જવાબ આપશે. તેમણે કહ્યું, હું તેમનું નામ લઈને પોતાનું મોઢું ખરાબ કરવા માગતો નથી. તેમણે કેટલી દુકાનો અને ગાડીઓ તોડી. મને એક વખત ગૃહ મંત્રી બનાવી દો. હુ તેમને એવી રીતે સંભાળીશ કે તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં. 

જોકે, આઝમીએ કોઈનું નામ લીધું નહીં પરંતુ તેમનું નિશાન રાજ ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના તરફ હતું. મનસેએ 2008માં ઉત્તર ભારતીયો વિરુદ્ધ અભિયાન છેડી દીધું હતું, જેણે હિંસક રૂપ લઈ લીધું હતું. આ પહેલા સમાજવાદી પાર્ટીના સાંસદોએ મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર અને મણિ ભવન ગાંધી સંગ્રહાલયનો પ્રવાસ કર્યો. તેમણે દાદરમાં ચૈત્યભૂમિનો પણ પ્રવાસ કર્યો. જ્યાં ડો. બીઆર આંબેડકરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.


Google NewsGoogle News