લખનઉની યુનિવર્સિટીમાં IPSની પુત્રીની શંકાસ્પદ હાલતમાં મોત, હૉસ્ટેલની રૂમમાંથી મળ્યો મૃતદેહ
Lucknow National Law University : લખનૌની રામ મનોહર લોહિયા નેશનલ લો યુનિવર્સિટીની હોસ્ટેલમાં 19 વર્ષની વિદ્યાર્થીની અનિકા રસ્તોગીનો મૃતદેહ મળી આવ્યો છે. શંકાસ્પદ રીતે રૂમમાં યુવતી બેભાન હાલતમાં મળી આવી હતી. તેની સાથે LLBના ત્રીજા વર્ષની વિદ્યાર્થીની હતી. તે હોસ્ટેલના રૂમમાં પર બેભાન અવસ્થામાં મળી આવી હતી.
અનિકા IPS સંતોષ રસ્તોગીની પુત્રી હતી, જે હાલમાં દિલ્હીમાં NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)માં આઈજી તરીકે કાર્યરત છે. મળતી માહિતી પ્રમાણે એવુ જાણવા મળી રહ્યું છે કે, અનિકા રાત્રે તેના રૂમમાં ગઈ હતી, ત્યારબાદ તેણે દરવાજો ખોલ્યો નહોતો. અનિકા ઘણા સમય સુધી જોવા ન મળતા તેના મિત્રોએ દરવાજો તોડીને જોયુ તો અનિકાને બેભાન અવસ્થામાં મળી હતી.
લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી
તેના મિત્રોએ જણાવ્યું કે, અનિકાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી. પોલીસે જણાવ્યું કે મૃત્યુનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આશિયાના પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. જેથી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જ અનિકાના મૃત્યુનું કારણ બહાર જાણી શકાશે.
શંકાસ્પદ મોત બાદ વિદ્યાર્થીઓ ચિંતિત
શંકાસ્પદ મોતને લઈને યુનિવર્સિટી અને પોલીસ પ્રશાસનમાં ચિંતા વ્યાપી ગઈ છે. પોલીસે આ મામલેની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે અને અનિકાના પરિવારજનોને ઘટના અંગે જાણ કરવામાં આવી છે. આ ઘટનાના કારણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને આઘાતમાં સરી પડ્યા હતા.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે
પરિવારજનો તેમજ યુનિવર્સિટીના કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ અનિકાના મૃત્યુનું સાચું કારણ જાણવા માટે પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. પોલીસ અને સંબંધિત અધિકારીઓનું કહેવું છે કે, જે પણ સત્ય સામે આવશે તેની જાણ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.