હવે ડૉક્ટર્સને ગિફ્ટ્સ નહીં આપી શકે દવા બનાવતી કંપનીઓ, નવા નિયમો જાહેર

દવાઓના પ્રચાર અને તેનું માર્કેટિંગ કરવા માટે મંજૂરીની શરતો મુજબ થવું જોઈએ

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
હવે ડૉક્ટર્સને ગિફ્ટ્સ નહીં આપી શકે દવા બનાવતી કંપનીઓ, નવા નિયમો જાહેર 1 - image
Image Envato 

ફાર્માસ્યુટિકલ્સ (Department of Pharmaceuticals)વિભાગે મંગળવારે એક નવો કોડ જારી કર્યો,  જેમાં ફાર્મા કંપનીઓને હેલ્થકેર પ્રોફેશનલ્સ અથવા તેમના પરિવારના સભ્યોને ભેટ અને પ્રવાસ કરવાની સુવિધાઓ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.  રિપોર્ટ મુજબ ધ યુનિફોર્મ કોડ ફોર ફાર્માસ્યુટિકલ્સ માર્કેટિંગ પ્રેક્ટિસ 2024 એવા લોકોને મફત નમૂનાના આપવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રકારની પ્રોડેક્ટ દર્દીઓને પ્રિસ્ક્રાઈબ કરવા માટે યોગ્ય નથી.

પૈસા સાથે જોડાયેલા કોઈપણ લાભ આપવા પર પ્રતિબંધ

UCPMP માર્ગદર્શિકા મુજબ 

આ રીતે કોઈ ફાર્માસ્યુટિકલ કંપની અથવા તેના એજન્ટો, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારીઓ વગેરે કોઈપણ આરોગ્યલક્ષી દવાઓ પ્રોફેશનલ કે કુટુંબના સભ્યને વ્યક્તિગત ફાયદા માટે કોઈ ભેટ આપવી જોઈએ નહીં.

આજ રીતે કોઈપણ ફાર્માસ્યુટિકલ કંપની અથવા એજન્ટ જેમ કે ડિસ્ટ્રીબ્યુટર્સ, જથ્થાબંધ વેપારી, છૂટક વિક્રેતાઓ વગેરે દવાઓનો સપ્લાય કરનારા લોકોને કોઈ નાણાકીય લાભ આપશે નહીં.

આ ઉપરાંત, તેમના તરફથી કામ કરનારા વ્યક્તિઓ અથવા પ્રતિનિધિઓ અથવા કંપનીઓ  હેલ્થકેર પ્રોફેશનલ અથવા તેમના પરિવારના સભ્યોને કોન્ફરન્સ, સેમિનાર, વર્કશોપમાં ભાગ લેવા માટે કોઈપણ રેલ, હવાઈ, વિમાન, ક્રુઝ ટિકિટ આપશે નહીં. જેમા દેશની અંદર તેમજ  બહાર બંને સ્થળોનો સમાવેશ થાય છે.

પોર્ટલ બનાવવા માટે પણ કહેવામાં આવ્યું

  • UCPMP કોડ મુજબ કંપનીઓ અને તેમના પ્રતિનિધિઓએ હેલ્થકેર પ્રોફેશનલ્સ અથવા તેમના પરિવારના સભ્યોને રોકડ ચૂકવણી પણ કરી શકશે નહીં. 
  • ડિપોર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સએ એસોસિએશન ઓફ ડ્રગ ફર્મ્સને સંબોધિત કરતાં કહ્યું કે, તમામ એસોસિએશને ફાર્માસ્યુટિકલને નિર્દેશ આપવામાં આવે છે કે તેઓ  એથિક્સ કમિટી ફોર ફાર્માસ્યુટિકલ્સ માર્કેટિંગ પ્રેક્ટિસ (ECPMP)કમિટીની રચના કરે. 
  • આ સાથે તમારી વેબસાઇટ પર એક  UCPMP પોર્ટલ શરૂ કરો અને આ કોડને લાગુ કરવા માટે જરૂરી પગલાં લેવાની વાત કરી હતી.  
  • દવાઓનો પ્રચાર તેનું માર્કેટિંગ માટે મંજૂરીની શરતો મુજબ હોવું જોઈએ અને યોગ્ય સત્તાધિકારી પાસેથી માર્કેટિંગની મંજૂરી મેળવે તે પહેલાં દવાને પ્રમોટ કરવી જોઈએ નહીં.

Google NewsGoogle News