ગુલામ નબી આઝાદે કોંગ્રેસના તમામ પદ પરથી આપ્યું રાજીનામુ
- કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને 5 પાનાનું રાજીનામુ મોકલીને આખરે પાર્ટી છોડવાનો અંતિમ નિર્ણય જાહેર કરી દીધો
નવી દિલ્હી, તા. 26 ઓગષ્ટ 2022, શુક્રવાર
કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે આજે કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતા સહિત પાર્ટીના તમામ પદ પરથી રાજીનામુ આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ તેમણે જમ્મુ કાશ્મીર કોંગ્રેસની પ્રચાર સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું હતું. પ્રચાર સમિતિના અધ્યક્ષ પદે નિયુક્તિના અમુક કલાકોમાં જ તેમણે રાજીનામુ આપી દીધું હતું. આ સાથે જ તેમણે જમ્મુ કાશ્મીરમાં પાર્ટીના રાજકીય મુદ્દાઓની સમિતિની સદસ્યતામાંથી પણ ત્યાગપત્ર આપી દીધો હતો.
વધુ વાંચોઃ ગુલામ નબી આઝાદનું કોંગ્રેસ પ્રચાર સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામુ
પાર્ટીથી અસંતુષ્ટોના જૂથ એવા G-23ના પ્રમુખ સદસ્ય ગુલામ નબી આઝાદે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને 5 પાનાનું રાજીનામુ મોકલીને આખરે પાર્ટી છોડવાનો અંતિમ નિર્ણય જાહેર કરી દીધો છે.
વધુ વાંચો: રાહુલ ગાંધી અને સોનિયા ઉપર આકરા પ્રહારો કરી આઝાદે રાજીનામુ આપ્યું
અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પણ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું હતું અને સપાએ તેમને રાજ્યસભામાં પણ મોકલ્યા છે. ગુલામ નબી ઘણાં લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ હતા અને જી-23 જૂથ સતત કોંગ્રેસમાં પરિવર્તનની માગણી કરી રહ્યું હતું.