Video | વિદ્યાર્થીએ મંચ પરથી 'જય શ્રી રામ' બોલતાં મંચથી ઉતારી દીધો, મહિલા પ્રોફેસરને સસ્પેન્ડ કરાયા

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં એક કોલેજમાં ઘટના બની

ઓડિયન્સમાંથી કોઈએ પહેલા જય શ્રી રામ કહ્યું હતું

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
Video | વિદ્યાર્થીએ મંચ પરથી 'જય શ્રી રામ' બોલતાં મંચથી ઉતારી દીધો, મહિલા પ્રોફેસરને સસ્પેન્ડ કરાયા 1 - image

ઉત્તરપ્રદેશના (Uttarpradesh) ગાઝિયાબાદમાં (ghaziabad) ABES એન્જિનિયરિંગ કોલેજમાં કલ્ચરલ પ્રોગ્રામ દરમિયાન એક વિદ્યાર્થીએ જય શ્રી રામ (jai shree ram) બોલતાં ત્યાં હાજર મહિલા પ્રોફેસરે તેને મંચ પરથી નીચે ઉતારી દીધો હતો. આ મામલે વીડિયો (Viral Video) સામે આવ્યા બાદ મહિલા પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ 

ઉલ્લેખનીય છે કે ABES એન્જિનિયરિંગ કોલેજના પ્રોગ્રામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. તેમાં જોઈ શકાય છે કે કોલેજમાં યોજાઈ રહેલા પ્રોગ્રામ દરમિયાન મંચ પર એક વિદ્યાર્થી પરફોર્મ કરવા પહોંચે છે. સામે ઓડિયન્સમાંથી કોઈએ જય શ્રી રામ બોલતાં વિદ્યાર્થીએ પણ સામે જય શ્રી રામ બોલીને જવાબ આપ્યો હતો. 

મહિલા પ્રોફેસર નારાજ થયા 

મંચ પર હાજર વિદ્યાર્થી દ્વારા જય શ્રી રામ બોલવા અંગે મહિલા પ્રોફેસરે નારાજગી વ્યક્ત કરી હતી. તેઓ મંચની નજીક ગયા અને વિદ્યાર્થીને બોલતા અટકાવી દીધો અને મંચ પરથી ઉતરી જવા કહી દીધું. વિદ્યાર્થીએ કહ્યું કે પહેલા ઓડિયન્સમાંથી કોઈએ જય શ્રી રામ કહ્યું હતું. જેના બાદ તેણે જવાબમાં કહ્યું હતું. જોકે કોઇએ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો અને તે વાયરલ થઈ ગયો છે. હવે એબીઈએસ કોલેજના મેનેજમેન્ટે પ્રોફેસર મમતા ગૌતમ અને ડૉ. સ્વેતા શર્માને સસ્પેન્ડ કરી દીધા છે. 

Video | વિદ્યાર્થીએ મંચ પરથી 'જય શ્રી રામ' બોલતાં મંચથી ઉતારી દીધો, મહિલા પ્રોફેસરને સસ્પેન્ડ કરાયા 2 - image


Google NewsGoogle News