Get The App

જો મસ્જિદમાંથી અવાજ આવ્યો તો મૃતદેહ ગણવા માટે તૈયાર રહેજો: ગાઝિયાબાદમાં મળ્યો ધમકીભર્યો પત્ર

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
જો મસ્જિદમાંથી અવાજ આવ્યો તો મૃતદેહ ગણવા માટે તૈયાર રહેજો: ગાઝિયાબાદમાં મળ્યો ધમકીભર્યો પત્ર 1 - image


Modinagar Masjid: ગાઝિયાબાદ જિલ્લાના મોદીનગરની આદર્શ નગર કોલોનીમાં આવેલી મસ્જિદમાં એક ધમકીભર્યો પત્ર મળવાથી હડકંપ મચી ગયો છે. આ પત્રમાં ધમકી આપવામાં આવી છે કે, જો મસ્જિદમાંથી લાઉડસ્પીકર ન હટાવવામાં આવ્યું તો મૃતદેહ ગણવા માટે તૈયાર રહેજો. આ મામલે મુરાદાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે. ફરિયાદ મળ્યા બાદ મસ્જિદની આસપાસ પોલીસ ફોર્સ તેહનાત કરીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 

જો મસ્જિદમાંથી અવાજ આવ્યો તો મૃતદેહ ગણવા માટે તૈયાર રહેજો

મોદીનગરની આદર્શ નગર કોલોનીમાં સુનહરી મસ્જિદ આવેલી છે. આજે સવારે મસ્જિદમાં લોકો ફઝરની નમાજ અદા કરવા માટે ગયા હતા. આ દરમિયાન પરિસરમાં એક ધમકીભર્યો પત્ર પડેલો મળી આવ્યો. આ પત્રમાં લખ્યું હતું કે, જો મસ્જિદમાંથી લાઉડસ્પીકર હટાવવામાં ન આવશે તો મૃતદેહ ગણવા માટે તૈયાર રહેજો. 

પત્ર મળ્યા બાદ હડકંપ મચી ગયો 

મસ્જિદમાંથી ધમકીભર્યો પત્ર મળ્યા બાદ હડકંપ મચી ગયો છે. આ મામલે તાત્કાલિક મુરાદાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે. ફરિયાદ મળતા જ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ મુકેશ કુમાર ભારે પોલીસ ફોર્સ સાથે મસ્જિદ પાસે પહોંચી ગયા. આ મામલે એડવોકેટ વસીમે મુરાદાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. એસીપી નરેશ કુમારે કહ્યું કે મામલાની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આજુબાજુ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરીને પત્ર નાખનાર વ્યક્તિ અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ કોઈની શરારત પણ હોઈ શકે છે. 

પત્ર લખનારે પોતાનું નામ 'સનાતની' ગણાવ્યું

આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, મુસ્લિમો મારી વાત ધ્યાનથી સાંભળો. જો મસ્જિદના સ્પીકરમાંથી અવાજ આવ્યો તો મૃતદેહ ગણવા માટે તૈયાર રહેજો. મુરાદનગરની તમામ મસ્જિદોના સ્પીકર બંધ હોવા જોઈએ. અન્યથા પરિણામ ભોગવવા તૈયાર રહેજો. પત્ર લખનારે પોતાનું નામ 'સનાતની' લખ્યુ છે.


Google NewsGoogle News