Get The App

માનવતા પર કલંકરૂપ ઘટના! દૂધના ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઈવરનો મૃતદેહ પાસે લોકો દૂધ લૂંટતા રહ્યા

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
માનવતા પર કલંકરૂપ ઘટના!  દૂધના ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઈવરનો મૃતદેહ પાસે લોકો દૂધ લૂંટતા રહ્યા 1 - image


Image Source: Twitter

Ghaziabad Road Accident: ગાઝિયાબાદમાં આજે એક માર્ગ અકસ્માત દરમિયાન અજીબ ઘટનાક્રમ જોવા મળ્યો હતો. આ અકસ્માતમાં ટ્રક અને ટેન્કરની ટક્કરમાં ટ્રક ડ્રાઈવરનું મોત થઈ ગયુ હતું અને કંડક્ટર ગંભીર રીતે ઘાયલ થયો હતો. પરંતુ માનવતા મરી પરવારી હોય તેમ લોકો ઘાયલને બચાવવાના બદલે ટેન્કરમાંથી ઢોળાઈ રહેલું દૂધ લૂંટવા લાગી ગયા. જોકે, સૂચના મળ્યા બાદ થોડી જ વારમાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રક ડ્રાઈવરનો મૃતદેહ કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. બીજી તરફ કંડક્ટરને પણ બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

અકસ્માતમાં ડ્રાઈવરનું મોત અને કંડક્ટર ગંભીર રીતે ઘાયલ

આ ઘટના બુધવારે સવારે બની હતી. આ ઘટના અંગે પોલીસે  જણાવ્યું કે, દૂધથી ભરેલું ટેન્કર મેરઠ એક્સપ્રેસને અડીને આવેલા NH 9 પર ચાલક દિલ્હીથી મેરઠ તરફ મધ્યમ ગતિએ જઈ રહ્યું હતું. જેવું ટેન્કર એઈબીએસ કટ પાસે પહોંચતા જ પાછળથી આવી રહેલા એક પુરપાટ ઝડપે આવતા ટ્રકે તેને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટ્રકનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં કંડક્ટર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. અહીં ટેન્કરને પણ ઘણું નુકસાન થયું હતું. 

લોકો ડબ્બા, બોટલ અને ડોલ લઈને દૂધ લૂંટવા માટે દોડી આવ્યા

આ ટક્કરના કારણે ટેન્કરમાં ઘણી જગ્યાએ ખાડા પડી ગયા હતા અને દૂધ રસ્તા પર ઢોળવા લાગ્યું હતું. આ જોઈને ઘટના સ્થળે હાજર લોકો ડબ્બા, બોટલ અને ડોલ લઈને દૂધ લૂંટવા માટે દોડી આવ્યા હતા. આ દરમિયાન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત ટ્રકની અંદર કોઈનું મૃત્યુ તો નથી થયું ને તે જોવાનો પણ કોઈએ પ્રયાસ નહોતો કર્યો. બીજી તરફ ટેન્કર ચાલકે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ વિજય નગર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ટ્રકમાં ઘાયલ કંડક્ટરને બહાર કાઢ્યો અને તેને હોસ્પિટલ લઈ ગયા. જ્યારે બીજી તરફ ટ્રક ડ્રાઈવરના મૃતદેહને તેમના કબજામાં લેવામાં આવ્યો અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો.


Google NewsGoogle News