Get The App

શહેરી મતદારોની નિરસતા લોકતંત્રને નબળું બનાવી રહી છે...' ચૂંટણી પંચ ટેન્શનમાં મૂકાયું

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
શહેરી મતદારોની નિરસતા લોકતંત્રને નબળું બનાવી રહી છે...' ચૂંટણી પંચ ટેન્શનમાં મૂકાયું 1 - image


Urban Voters: ચૂંટણી પંચે શહેરી ક્ષેત્રોમાં મતદાનને લઈને મતદારોની નિરસતા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે, 'શહેરી મતદારોની નિરસતા લોકતંત્રને નબળું બનાવી રહી છે.' આગામી દિવસોમાં મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. મહારાષ્ટ્રમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં શહેરી વિસ્તારોમાં મતદાન રાજ્યના સરેરાશ મતદાન કરતાં ઘણું ઓછું હતું. 'મતદાનને લઈને શહેરી ક્ષેત્રોમાં ખૂબ જ ચિંતાજનક સ્થિતિ છે.'

મજબૂત લોકતંત્ર માટે એ જરૂરી છે કે સરકારને ચૂંટવા માટે વધુને વધુ લોકોની ભાગીદારી હોય, પરંતુ એવું નથી થઈ રહ્યું. દરેક ચૂંટણીમાં હજુ પણ મોટી સંખ્યામાં મતદારો ભાગ નથી લઈ રહ્યા. ખાસ કરીને શહેરી ક્ષેત્રોમાં ચિંતાજનક સ્થિતિ છે, જ્યાં રાજ્યમાં સરેરાશ મતદાન કરતાં લગભગ 20% ઓછું મતદાન થાય છે.

આ પણ વાંચો: ગુજરાતના સાત શહેરોમાં 23 સ્થળે EDનું સુપર ઓપરેશન, કરોડોની ટેક્સ ચોરી મામલે દરોડા

શહેરોમાં ઓછું થઈ રહ્યું મતદાન

એક અહેવાલ પ્રમાણે 2019માં મહારાષ્ટ્રની ચૂંટણીમાં કુલ 64 શહેરી વિધાનસભા બેઠકોમાંથી 62 પર રાજ્યમાં થયેલા સરેરાશ મતદાન કરતાં ઓછું મતદાન થયું હતું. તેમાં કોલાબા, કલ્યાણ, વર્સોવા અને અંધેરી વેસ્ટ જેવી બેઠકો પર રાજ્યના સરેરાશ મતદાન કરતાં લગભગ 20% ઓછું મતદાન થયું હતું.

હરિયાણામાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સરેરાશ 67.9% મતદાન થયું હતું. ગુરુગ્રામમાં 51.81% અને ફરીદાબાદમાં 53.74% મતદાન થયું હતું. જે હરિયાણામાં સરેરાશ મતદાન કરતાં લગભગ 14 થી 16% ઓછું હતું. પંચકુલા, બલ્લભગઢ, સોનીપત, કરનાલ અને બાદશાહપુરમાં પણ સરેરાશ કરતા 8 થી 15% ઓછું મતદાન થયું હતું.

શહેરી મતદારોની નિરસતા

શહેરી મતદારોની આ નિરસતા માત્ર રાષ્ટ્રીય અને રાજ્યની ચૂંટણીઓમાં જ નહીં પરંતુ ત્યાં યોજાયેલી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં પણ જોવા મળી છે. એક અહેવાલ પ્રમાણે લખનઉ જેવા શહેરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં સરેરાશ 59% મતદાન થાય છે. જ્યારે નાગરિક ચૂંટણીમાં માત્ર 39% મતદાન થાય છે. આવી જ સ્થિતિ ચેન્નાઈ, હૈદરાબાદ, મુંબઈ, પટના અને રાંચી જેવા શહેરોમાં જોઈ શકાય છે. આવી સ્થિતિ ત્યારે બની રહી છે જ્યારે શહેરી મતદારો જ પોતાની માગણીઓ અને મુદ્દાઓને લઈને સૌથી વધુ અવાજ ઉઠાવતા જોવા મળે છે.

ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે બુધવારે ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે તહેનાત નિરીક્ષકોને ચેતવણી આપી હતી કે ચૂંટણી પ્રક્રિયાને નુકસાન પહોંચાડનારા ખોટા નિવેદનોના જોખમથી સાવચેત રહેવા જેથી ખોટી માહિતીનો ઝડપથી સામનો કરી શકાય. તેમણે ખોટી માહિતીઓ પર તાત્કાલિક પ્રતિક્રિયા આપવા જણાવ્યું છે.


Google NewsGoogle News