Get The App

કેરળમાં એક વૃદ્ધ ચૂંટણી પંચને સાચું ઠેરવવા મહિલાના કપડાં પહેરીને મતદાન કરવા પહોંચ્યા, જાણો શું છે મામલો

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
કેરળમાં એક વૃદ્ધ ચૂંટણી પંચને સાચું ઠેરવવા મહિલાના કપડાં પહેરીને મતદાન કરવા પહોંચ્યા, જાણો શું છે મામલો 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024માં બીજા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે અને પાંચમા તબક્કાના મતદાન તૈયારીઓ ચાલી રહી છે. તેમજ શુક્રવારે કેરળની તમામ 20 લોકસભા સીટો પર મતદાન પૂર્ણ થયું હતું. એવામાં કેરળના રાજેન્દ્ર પ્રસાદ હાલ ચર્ચાઓમાં છે. શુક્રવારે કેરળની કોલ્લમ બેઠક પર જયારે 78 વર્ષીય રાજેન્દ્ર પ્રસાદ મત આપવા ગયા ત્યારે લોકો તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 

પડોશમાં રહેતી મહિલા પાસેથી લીધી મેક્સી

ઇઝુકોનની સરકારી શાળામાં મતદાન કરવા માટે, રાજેન્દ્ર પ્રસાદે તેની પડોશમાં રહેતી મહિલા પાસેથી મેક્સી, શાલ અને નેકલેસ લીધા હતા. આ બધું પહેર્યા પછી, તેઓ ગોગલ્સ પહેરીને મતદાન કરવા માટે પોલિંગ બૂથ પહોંચ્યા હતા. તેમજ તેમની પાસે ભારતના બંધારણની કોપી પણ જોવા મળી હતી. 

મતદાન મથકમાં શું થયું?

રાજેન્દ્ર પ્રસાદ પંચાયતના નિવૃત લાઈબ્રેરીયન છે. એવામાં જયારે રાજેન્દ્ર પ્રસાદ મતદાન કરવા માટે પહોંચ્યા તો તેમનો પોષક જોઇને લોકો સમજી ન શક્યા અને અધિકારીઓને પણ થોડું આશ્ચર્ય થયું હતું. પરંતુ રાજેન્દ્ર પ્રસાદના ડોક્યુમેન્ટ્સ જોઇને તેમને મતદાન કરવાની મંજૂરી આપી દેવામાં આવી હતી. 

રાજેન્દ્ર પ્રસાદ મેક્સી પહેરીને મત આપવા કેમ ગયા?

રાજેન્દ્રને મતદાર યાદીમાં ભૂલથી મહિલા તરીકે દર્શાવવામાં આવ્યા હતા. તેમની મતદાર કાપલીમાં પણ તેમને મહિલા તરીકે દર્શાવવામાં આવ્યા હતા. આ કારણોસર તેઓ વિરોધ દર્શાવવા મેક્સી પહેરીને મતદાન કરવા પહોંચ્યા હતા. 

રાજેન્દ્ર પ્રસાદે આ બાબતે કહ્યું કે, "ચૂંટણી પંચે મને મહિલા જાહેર કર્યો છે, તેથી મને લાગ્યું કે મારે તેનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ." 

કેરળમાં એક વૃદ્ધ ચૂંટણી પંચને સાચું ઠેરવવા મહિલાના કપડાં પહેરીને મતદાન કરવા પહોંચ્યા, જાણો શું છે મામલો 2 - image


Google NewsGoogle News