ED, IT અને CBI જેવી એજન્સીઓ ફક્ત વિપક્ષને બનાવે છે નિશાન, ગેહલોતની ચૂંટણીપંચને ફરિયાદ
ગેહલોતે ચૂંટણીપંચને કહ્યું કે આચાર સંહિતા વખતે જ કેમ દરોડા પડી રહ્યા છે
ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે આ પ્રકારની કાર્યવાહી લોકતંત્રના મૂળમાં જ નથી
Rajasthan Assembly Elections 2023: રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે એક પછી એક EDના દરોડાની કાર્યવાહીને લીધે રાજકારણ ગરમાયું છે. દરમિયાન મુખ્યમંત્રી ગેહલોતે આ મામલે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરતાં હસ્તક્ષેપની માંગ કરી છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ માત્ર વિપક્ષને નિશાન બનાવી રહી છે, જે યોગ્ય બાબત નથી.
ત્રણેય તપાસ એજન્સીઓ પર તાક્યું નિશાન
સીએમ ગેહલોતે કહ્યું કે આઝાદી બાદ ભારતમાં પહેલીવાર ED, આવકવેરા વિભાગ અને CBI જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓએ આદર્શ આચાર સંહિતા દરમિયાન જ આવી કાર્યવાહી કરી છે. ભાજપ પર નિશાન સાધતા ગેહલોતે કહ્યું કે આવી કાર્યવાહી લોકશાહીના મૂળમાં નથી. તેમ છતાં કેન્દ્રની ભાજપ સરકાર તેને પ્રોત્સાહન આપી રહી છે. ગેહલોતે કહ્યું કે ભારતમાં આ પહેલીવાર છે જ્યારે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરીને ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસ આવી કાર્યવાહીથી ચિંતિત નથી
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે કોંગ્રેસના સભ્યો કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા મોકલવામાં આવેલી નોટિસથી ચિંતિત નથી. પરંતુ ચૂંટણી વચ્ચે આ રીતે માત્ર વિપક્ષને નિશાન બનાવવું ખોટું છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રીએ ચૂંટણી પંચ પાસે હસ્તક્ષેપની માંગ કરી હતી. ભાજપ પર નિશાન સાધતા સીએમ ગેહલોતે કહ્યું કે આવી કાર્યવાહી લોકશાહીના મૂળમાં નથી. તેમ છતાં કેન્દ્રની ભાજપ સરકાર તેને પ્રોત્સાહન આપી રહી છે.તેમણે EDની કાર્યવાહી પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું કે જો સરકારો તેમના રાજકીય હિત માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવાનું શરૂ કરશે તો સ્થિતિ ખૂબ જ ચિંતાજનક હશે. આવી સ્થિતિમાં અસલી ગુનેગારો છૂટી જશે અને દેશને નુકસાન થતું રહેશે.