Get The App

૨૦૨૩-૨૪ના બીજા કવાર્ટર જુલાઇ-સપ્ટમ્બરમાં જીડીપી ૭.૬ ટકા

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટરમાં જીડીપી ૭.૮ ટકા જ્યારે ગત નાણાકીય વર્ષના બીજા કવાર્ટરમાં જીડીપી ૬.૨ ટકા હતો

આરબીઆઇ અને નિષ્ણાતોના અંદાજ કરતા અર્થતંત્રનો વિકાસ સારો રહ્યો

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News



(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૩૦૨૦૨૩-૨૪ના બીજા કવાર્ટર જુલાઇ-સપ્ટમ્બરમાં જીડીપી ૭.૬ ટકા 1 - image

મેન્યુફેકચરિંગ, માઇનિંગ અને સર્વિસ સેક્ટરના સારા દેખાવને પગલે ચાલુ નાણાકીય વર્ષના બીજા એટલે કે જુલાઇથી સપ્ટેમ્બર સુધીના કવાર્ટરમાં ભારતીય અર્થતંત્રે ૭.૬ ટકાના દરે વિકાસ કર્યો છે એટલે કે જીડીપી ૭.૬ ટકા રહ્યો છે તેમ સરકાર દ્વારા જારી આંકડામાં જણાવવામાં આવ્યું છે.

આ સાથે જ ભારત વિશ્વના અગ્રણી અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર બની રહ્યું છે તેમ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ૨૦૨૩ના જુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરમાં ચીનનો જીડીપી ૪.૯ ટકા હતો.

ઉલ્લેખનીય છે કે ગત નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના બીજા કવાર્ટર જુલાઇ-સપ્ટેમ્બરમાં જીડીપી ૬.૨ ટકા રહ્યો હતો. જ્યારે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રથમ કવાર્ટર એપ્રિલ-જૂનમાં જીડીપી ૭.૮ ટકા રહ્યો હતો.

આરબીઆઇએ ચાલુ નાણાકીય વર્ષના બીજા કવાર્ટર માટે ૬.૫ ટકા વિકાસ દરનો અંદાજ મૂક્યો હતો. જ્યારે કેટલાક નિષ્ણાતોનું માનવું હતું કે ભારતનો જીડીપી બીજા કવાર્ટરમાં સાત ટકા રહેશે. જો કે સારા નિષ્ણાતોના અંદાજ જીડીપી આંકડા વધુ સારા આવ્યા છે.

રૃપિયાના મૂલ્યમાં બીજા કવાર્ટરમાં જીડીપી ૪૧.૭૪ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. જે ગયા વર્ષના બીજા કવાર્ટરમાં ૩૮.૭૮ લાખ કરોડ રૃપિયા હતું. એટલે કે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં જીડીપીમાં ૭.૬ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

વૈશ્વિક સ્તરે અનેક પડકારો છતાં ચાલુ નાણાકીય વર્ષના બીજા કવાર્ટરમાં જીડીપીમાં વૃદ્ધિ ભારતીય અર્થતંત્રની શક્તિ દર્શાવે છે. સરકારે જણાવ્યું છે કે તે લોકો માટે વધુ તકો પેદા કરવા, ગરીબીને ઝડપથી દૂર કરવા અને પોતાના લોકોના જીવનને સરળ બનાવવા ઝડપથી વિકાસ કરવા માટે કટિબદ્ધ છીએ.

 

 

 


Google NewsGoogle News