...તો શું અમેરિકાની ઈચ્છાથી વિપરિત ઈઝરાયલ ગાઝા પર કબજો કરી લેશે? જાણો PM નેતન્યાહૂ શું બોલ્યાં
ગાઝાના ભવિષ્ય ઈઝરાયલી PM નેતન્યાહૂએ કહ્યું કે અમે ગાઝામાં IDF તહેનાત કરીશું
અમેરિકાએ ઈઝરાયલને કહ્યું છે કે તે ગાઝામાં હમાસનો સફાયો કર્યા બાદ પેલેસ્ટિની ઓથોરિટીને શાસન સોંપે
Israel vs Hamas war | યુદ્ધ સમાપ્ત થયા બાદ ગાઝાનું શું થશે? પત્રકારો સાથેની વાતચીતમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને જ્યારે આ સવાલ કરાયો તો તેમણે જવાબમાં ભવિષ્યની યોજના જણાવી હતી. તેમણે કહ્યું કે અમારું પ્રથમ લક્ષ્ય ગાઝામાં ડિમિલિટરાઈઝેશન કરવાનું છે. અમે પેલેસ્ટાઈનની ઓથોરિટીને ગાઝા પટ્ટીનું સંચાલન પણ સોંપવાના નથી.
નેતન્યાહૂનો શું છે પ્લાન?
નેતન્યાહૂએ કહ્યું કે ગાઝામાં સિવિલ ગવર્મેન્ટની રચના કરાશે જે બાળકોને એ ટ્રેનિંગ આપશે કે તેઓ ઈઝરાયલને નષ્ટ કરવા વિશે વિચારવાનું બંધ કરે. તેમણે અમેરિકાનું નામ લીધા વિના કહ્યું કે ઈઝરાયલ હમાસ્તાનને ફતેહસ્તાનમાં રૂપાંતરિત થવા નહીં દે. ભલે ઈઝરાયલનો સૌથી કટ્ટર સહયોગી આવી જ ઈચ્છા રાખતો હોય.
પેલેસ્ટાઈનની ઓથોરિટી વિશે કહી આ વાત
નેતન્યાહૂએ એક સરવેનો હવાલો આપ્યો હતો જેમાં જાણ થઈ કે વેસ્ટ બેન્કમાં 82 ટકા પેલેસ્ટિની નાગરિકોએ ઈઝરાયલ પર હમાસના 7 ઓક્ટોબરના હુમલાને યોગ્ય ઠેરવ્યો હતો. તેમણે કહ્યું કે પેલેસ્ટિની ઓથોરિટીએ અત્યાર સુધી હુમલાની ટીકા નથી કરી.
ગાઝા પર કબજો કરી લેશે ઈઝરાયલ?
હમાસનો સફાયો કર્યા બાદ ઈઝરાયલી ઓથોરિટી ગાઝામાં IDFને તહેનાત કરી દેશે. આ વાત ખુદ નેતન્યાહૂએ કહી હતી. તેમની આ વાત પરથી સંકેત મળી રહ્યા છે તેઓ ગાઝા પર કબજો કરી લેશે ભલે પછી તેમણે આ મામલે તેમના કટ્ટર સમર્થક અમેરિકાથી ઈચ્છાથી વિપરિત કેમ ન જવું પડે. તેમણે કહ્યું કે ગાઝામાં એવી સરકાર બનાવાશે જે બાળકોને નહીં શીખવે કે ઈઝરાયલ તેમનો શત્રુ છે અને તેનો સફાયો કરી નાખવો છે.