ગાઝા હોસ્પિટલ પર હુમલાને લઈને વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન, કહ્યું- જવાબદારી નક્કી થવી જોઈએ

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
ગાઝા હોસ્પિટલ પર હુમલાને લઈને વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન, કહ્યું- જવાબદારી નક્કી થવી જોઈએ 1 - image


PM Modi Condolences Message : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 12 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે ગાઝા પટ્ટીમાં અલ અહલી અરબ હોસ્પિટલ ખાતે ઈઝરાયલી સૈન્યના કથિત રૂપે મિસાઈલ હુમલામાં 500થી વધુ લોકોના મોત થયા હતા. આ હુમલા પર ભારતના વડાપ્રધાને વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે.

PM મોદીએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી

ગાઝા પટ્ટીમાં અલ અહલી હોસ્પિટલ પર થયેલા હુમલા વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત (has condoled) કરીને મૃતકોને શ્રદ્ધાંજિલ (paid tribute) આપી છે. તેણે પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે હુમલામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની (speedy recovery) પ્રાર્થના કરું છું. ચાલી રહેલા સંઘર્ષમાં નાગરિકોની જાનહાનિ એ ગંભીર છે. આ ઉપરાંત પીએમ મોદીએ એમ પણ લખ્યું હતું કે આ હુમલા પાછળ કોણ છે, તેની જવાબદારી નક્કી થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આ હુમલામાં 500થી લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

બેન્જામિન નેતન્યાહૂ શું બોલ્યાં? 

આ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે હમાસનો રોકેટ મિસફાયર થતાં હોસ્પિટલ નિશાને આવી ગઈ હતી અને તેના પગલે જ આટલી મોટી સંખ્યામાં મૃત્યુ થયા હતા. તેમણે આરોપોને નકારતાં કહ્યું કે અમે કોઈ હોસ્પિટલને નિશાન બનાવી નથી. 

WHOએ હુમલાની આકરી ટીકા કરી 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશક ટેડ્રોસ અદનોમ ગેબ્રેસિયસે ગાઝામાં હોસ્પિટલ પર ઈઝરાયલના હવાઈ હુમલાની આકરી ઝાટકણી કાઢી હતી. આ ઈઝરાયલ દ્વારા સૌથી મોટો હુમલો હતો. તેમણે કહ્યું કે પ્રાથમિક અહેવાલોમાં સેંકડો લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. આ સાથે ઈજિપ્ત, તૂર્કી સહિત અનેક મુસ્લિમ દેશોએ આ હુમલાને વખોડ્યો હતો. 

ગાઝા હોસ્પિટલ પર હુમલાને લઈને વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન, કહ્યું- જવાબદારી નક્કી થવી જોઈએ 2 - image


Google NewsGoogle News