Get The App

VIDEO: પંજાબના જાલંધરમાં બરફ બનાવતી ફેક્ટરીમાં ગેસ લીક: એકનું મોત, સમગ્ર વિસ્તાર કરાયો સીલ

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
Jalandhar Gas Leak


Gas Leak In An Ice Factory In Jalandhar : પંજાબના જાલંધરમાં MBD બુક્સ બિલ્ડીંગ પાસે આવેલી બરફની ફેક્ટરીમાં ગેસ લીકેજ થવાથી એક વ્યક્તિનું મોત થયું છે. ઘટનામાં 3 લોકોને બચાવી લેવાયા હતા અને બે કલાકની જહેમત પછી મૃતકના મૃતદેહને કાઢવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે, સાવચેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.



ઘટનામાં એક વ્યક્તિનું મોત

જાલંધરમાં બરફની ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીક ​​થવાની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયા બાદ ઘટના સ્થળ પર પોલીસ પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે બચાવવામાં આવેલા ત્રણ વ્યક્તિને સારવાર માટે મોકલવામાં આવ્યા છે.



ગેસ લીક ​​થવાથી આખો વિસ્તાર કરાયો સીલ

મળતી માહિતી મુજબ, બરફની ફેક્ટરીમાંથી એમોનિયા ગેસ લીકેજ થવાને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, ત્યારે પોલીસ દ્વારા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. જ્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે, ગેસ લીકેજ થવાથી તેમની આંખોમાં બળતરા થઈ રહી છે અને એક કિલોમીટરથી વધુ દૂર રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. 

આ પણ વાંચો : 18 હજાર કરોડની FD, હજારો કિલો સોનું: પ્રસાદના કારણે વિવાદમાં આવેલ તિરૂપતિ મંદિરમાં અબજો રૂપિયા ચઢાવે છે ભક્તો

એમોનિયા ઝેરી ગેસથી થશે આ અસર

એમોનિયા ઝેરી ગેસ હોવાથી તેના સંપર્કમાં આવતા લોકોને આંખો, નાક અને ગળામાં બળતરા થાય છે. આ સાથે ઉધરસ આવવી અને શ્વાસ લેવામાં પણ તકલીફ પેદા થાય છે. ઉચ્ચ સાંદ્રતામાં એમોનિયા શ્વસન માર્ગને બળતરા કરી શકે છે. જેમાં એમોનિયા ગળી જવાય તો પેટમાં દુખાવો અને બળતરા થાય છે. એમોનિયા ચામડીના સંપર્કમાં આવે તો પણ બળતરા પેદા કરી શકે છે.


Google NewsGoogle News