Get The App

'ગેંગવોર' જેવા દ્રશ્યો: ભાજપ નેતાએ અપક્ષ ધારાસભ્ય પર અંધાધૂંધ ફાયરિંગ કરી, શહેરમાં અફરાતફરી

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
Former BJP MLA Pranav Singh


Former BJP MLA Pranav Singh fires at MLA's office : ઉત્તરાખંડમાં ભાજપ નેતાઓને જાણે કાયદાનો કોઈ ડર જ ના હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહે અપક્ષ ધારાસભ્ય ઉમેશ કુમારના કાર્યાલય પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. 



ધોળા દિવસે અપક્ષ ધારાસભ્યના કાર્યાલય પર ફાયરિંગ 

પૂર્વ ધારાસભ્ય પ્રણવ સિંહની સાથે તેમના અનેક સમર્થકો પણ ફાયરિંગમાં સામેલ હતા. અપક્ષ ધારાસભ્યના કાર્યાલયમાં ભારે તોડફોડ પણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં ત્રણ યુવકો ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ધોળા દિવસે અંધાધૂંધ ફાયરિંગના કારણે ઘટનાસ્થળે ભારે પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે બંને નેતાઓ વચ્ચે છેલ્લા દિવસથી સોશિયલ મીડિયા પર જુબાની જંગ ચાલી રહી હતી. 

પોલીસે શું કહ્યું? 

સમગ્ર ઘટના મામલે હરિદ્વારના SSP પ્રમેન્દ્ર ડોભાલે જણાવ્યું છે, કે 'સમગ્ર ઘટના વિશે અમને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થઈ. કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ ધારાસભ્યએ વર્તમાન ધારાસભ્યના કાર્યાલય પર ફાયરિંગ કર્યું. અમે આ કેસમાં કડકાઇથી કાર્યવાહી કરીશું. કોઈને પણ કાયદો-વ્યવસ્થામાં હાથ લેવા દઇશું નહીં. તપાસ શરૂ કરી દેવામાં આવી છે.' 

નોંધનીય છે કે અપક્ષ ધારાસભ્ય ઉમેશ કુમાર અને ભાજપ નેતા કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયન વચ્ચે વર્ષો જૂની અદાવત છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં બંને સામસામે હતા. ભાજપે પ્રણવ સિંહના પત્નીને ટિકિટ આપી હતી, ચૂંટણી પરિણામમાં ભાજપ ત્રીજા સ્થાન પર રહ્યું હતું જ્યારે ઉમેશ કુમાર બાજી મારી હતી. 

ઉમેશ કુમાર પણ પિસ્તોલ લઈને મારવા દોડ્યા 

કુંવર પ્રણવ સિંહ જૂથ તરફના લોકોનો આરોપ છે કે ગઇકાલે મોડી રાત્રે ધારાસભ્ય ઉમેશ કુમારે સોશિયલ મીડિયામાં લાઈવ અપશબ્દો કહ્યા અને પ્રણવ સિંહને ચેલેન્જ આપી હતી. પ્રાથમિક જાણકારી અનુસાર જ્યારે પ્રણવ સિંહ ફાયરિંગ કરી રહ્યા હતા ત્યારે ઉમેશ કુમાર ત્યાં હાજર નહોતા. થોડા સમય બાદ જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ઉમેશ કુમારે પણ હાથમાં પિસ્તોલ લઈને દોટ મૂકી હતી. જોકે પોલીસ જવાનોએ ધારાસભ્યને રોકી લીધા હતા. 


Google NewsGoogle News