ગેંગસ્ટર મુખ્તાર અંસારીને 10 વર્ષની કેદ, પાંચ લાખનો દંડ

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
ગેંગસ્ટર મુખ્તાર અંસારીને 10 વર્ષની કેદ, પાંચ લાખનો દંડ 1 - image


- ગેંગસ્ટર કાયદા હેઠળ ઉ. પ્રદેશની કોર્ટે સજા ફટકારી 

- યોગી સરકારે અંસારીની રૂ. 605 કરોડની સંપત્તિ જપ્ત કરી, 288 સાથીઓ પણ રડારમાં  

લખનઉ : ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર મુખ્તાર અંસારીને એમપી-એમએલએ કોર્ટ દ્વારા ગેંગસ્ટર કાયદા હેઠળના એક કેસમાં વધુ ૧૦ વર્ષની કેદ ફટકારવામાં આવી છે સાથે જ પાંચ લાખનો દંડ પણ કરાયો છે. અગાઉના જુના કેસોમાં અંસારી હાલ જેલમાં કેદ છે. આ સાથે જ અંસારીના સહયોગી સોનૂ યાદવને પણ પાંચ વર્ષની કેદ ઉપરાંત બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. 

જોકે મુખ્તાર અંસારીના વકીલનો દાવો છે કે કેસ અત્યંત નબળો છે, અમે હાઇકોર્ટમાં અપીલ કરીશું. મુખ્તાર અંસારી સામે અનેક કેસો છે, તે હાલ ૨૦૦૫થી જેલમાં કેદ છે. ગાઝીપુર કોર્ટે ગેંગસ્ટર એક્ટના આ ત્રીજા મામલામાં સજા ફટકારી છે. અગાઉ કૃષ્ણાનંદ રાય કેસમાં અંસારીને કોર્ટે ૧૦ વર્ષની કેદ અને પાંચ લાખનો દંડ કર્યો હતો. 

દરમિયાન ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા માફીયાઓ સામે કાર્યવાહી ઝડપી બનાવી દેવામાં આવી છે, જેના ભાગરૂપે સરકાર દ્વારા અત્યાર સુધીમાં મુખ્તાર અંસારીની ૬૦૫ કરોડ રૂપિયાની સંપત્તિને જપ્ત કરવામાં આવી છે. અંસારીની સામે કુલ ૬૫ કેસો નોંધાયેલા છે. જ્યારે અંસારીના કુલ ૨૮૮ સાથીઓની યાદી પણ તૈયાર કરાઇ છે જેની સામે કુલ ૧૫૬ કેસો દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ માફિયા સંબંધિત ૧૭૫ લાઇસેન્સી શસ્ત્રધારકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્તાર અંસારી હાલ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. એવામાં દર વર્ષે કોઇને કોઇ કેસનો ચુકાદો આવી જાય છે. જેથી અંસારી માટે આજીવન જેલમાંથી બહાર આવવું હવે મુશ્કેલ થઇ ગયું છે.


Google NewsGoogle News