ચારધામ પૈકી ગંગોત્રી ધામના વિધિવત રીતે કપાટ થયા બંધ, યમુનોત્રી-કેદારનાથાના ક્યારે થશે જાણો

મંદિર પરિસરમાંથી ગંગાની મૂર્તિ બહાર આવતા જ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું

માતા ગંગાની ઉત્સવની શોભાયાત્રા મુખબા માટે નીકળી હતી

Updated: Nov 14th, 2023


Google NewsGoogle News
ચારધામ પૈકી ગંગોત્રી ધામના વિધિવત રીતે કપાટ થયા બંધ, યમુનોત્રી-કેદારનાથાના ક્યારે થશે જાણો 1 - image


Gangotri dham door were closed at auspicious time : ચારધામ પૈકી સૌથી પહેલાં ગંગોત્રી ધામના દરવાજા આજે વિધિવત રીતે બંધ કરવામાં આવ્યા હતા અને બાદમાં માતા ગંગાની ઉત્સવની શોભાયાત્રા મુખબા માટે નીકળી હતી.

ગંગાની મૂર્તિ બહાર આવતા જ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું

ઉત્તરાખંડના ચાર ધામમાં યમુનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ અને કેદારનાથનો સમાવેશ થાય છે, જેમાં આજે વિશ્વ પ્રસિદ્ધ ગંગોત્રી ધામના દરવાજા શિયાળા માટે સવારે 11.45 કલાકે અન્નકૂટ પર્વ નિમિતે વિધિવત રીતે બંધ કરવામાં આવ્યા હતા અને માતા ગંગાની ઉત્સવની શોભાયાત્રા મુખબા માટે નીકળી હતી. પાલખીમાં સવાર થઈને મંદિર પરિસરમાંથી ગંગાની મૂર્તિ બહાર આવતા જ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. હવે કેદારનાથ ધામ અને યમુનોત્રી ધામના દરવાજા 15 નવેમ્બરના રોજ એટલે કે ભાઈ-બીજના દિવસે બંધ કરવામાં આવશે જ્યારે શિયાળાની ઋતુમાં ભગવાન બદ્રીનાથના દ્વાર 18 નવેમ્બરે બંધ કરવામાં આવશે.

આ વર્ષે નવો રેકોર્ડ બનાવ્યો

આ વર્ષે ઉત્તરાખંડમાં ચારધામ તીર્થયાત્રાએ પોતાનો રેકોર્ડ બનાવ્યો છે. ગઈકાલ સુધીમાં 55.89 લાખ શ્રદ્ધાળુઓએ ચાર ધામોની મુલાકાત લીધી છે. આ વખતે પણ ગંગોત્રી ધામમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો અને નવો રેકોર્ડ બન્યો છે. વર્ષ 2022માં 624451 શ્રદ્ધાળુઓએ ગંગોત્રી ધામની મુલાકાત લીધી હતી. 


Google NewsGoogle News