Get The App

હરિદ્વારમાં ગંગા બની ગાંડીતૂર, અનેક ગાડીઓ તણાઇ, 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
Ganga River


Vehicles Floating In Ganga River : ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા ખતરાની સપાટીને પાર કરી ગઇ છે . ભારે વરસાદના લીધે હરિદ્વારના ખરખરીની સુકી નદીઓ પર ઉભેલી ગાડીઓ ગંગામાં તણાઇ ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ ડઝનો ગાડીઓ ગંગામાં વહી ગઇ છે. તો બીજી તરફ ઉત્તરી હરિદ્વારમાં પાણીનો ભરાવો થતાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. ઉત્તરાખંડમાં મોનસૂનનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરાખંડમાં 27 જૂનથી ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે અને હવે સમગ્ર વિસ્તારને કવર કરી લીધો છે. રવિવારથી 4 જુલાઇ સુધી ભારે વરસાદની સંભાવના છે. તો બીજી તરફ પિથોરાગઢ અને બાગેશ્વરમાં 4 જુલાઇ સુધી ભારે વરસાદની સંભાવના છે, જ્યારે આ અઠવાડિયે ઉત્તરાખંડના અન્ય અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમથી વરસાદની આગાહી કરવામાં આવી છે. 

તમને જણાવી દઇએ કે ચોમાસાના આગમન સાથે જ ઉત્તરાખંડમાં વરસાદ શરૂ થઇ ગયો છે. શનિવારે બપોરે હરિદ્વારમાં વરસાદના કારણે ગંગા નદીનું જળસ્તર અચાનક વધી ગયું હતું. તેના લીધે ડઝનો  ગાડીઓ નદીમાં તણાઇ ગઇ હતી. ગંગા નદીમાં તણાઇ રહેલી ગાડીઓને જોવા માટે લોકોની ભારે ભીડ જામી હતી. જોકે નદીમાં ગાડીઓ વહી જતાં જાનમાલને ભારે નુકસાન થયું છે. 

આઇએમડીના નિર્દેશકે કહી આ વાત

દહેરાદૂન આઇએમડીના નિર્દેશક ડો. બિક્રમ સિંહે જણાવ્યું કે ચોમાસુ 27 જૂને ઉત્તરાખંડમાં પ્રવેશ કરી ચૂક્યું છે અને સમગ્ર વિસ્તારને કવર કરી લીધો છે. આવતીકાલથી 4 જુલાઇ સુધી ભારે વરસાદની સંભાવના છે. પિથોરાગઢ બાગેશ્વરમાં 4 જુલાઇ સુધી ભારે વરસાદની સંભાવના છે, જ્યારે અઠવાડિયા દરમિયા ઉત્તરાખંડના અન્ય અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.  


Google NewsGoogle News