VIDEO: CJI ડી.વાય.ચંદ્રચુડના નિવારસ્થાને પહોંચ્યા વડાપ્રધાન મોદી, ગણપતિ પુજામાં લીધો ભાગ
Ganesh Puja at CJI DY Chandrachud Residence : સમગ્ર દેશમાં હાલ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. ઠેર-ઠેર ગણેશ મૂર્તિઓની સ્થાપના કરીને વિશેષ પૂજાઓ ચાલી રહી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે પણ તેમના નિવાસ સ્થાને ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરી છે. આજે (11 સપ્ટેમ્બર) તેમના ઘરે ગણેશ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે સૌથી ખાસ વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પૂજા કરવા તેમના ઘરે પહોંચ્યા હતા. તેમણે CJI ચંદ્રચુડ સાથે મળીને ભગવાન ગણેશની આરતી પણ કરી હતી. હાલ આ પૂજા દરમિયાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
VIDEO | PM Modi (@narendramodi) participates in Ganpati Puja at CJI DY Chandrachud's residence in Delhi.
— Press Trust of India (@PTI_News) September 11, 2024
(Source: Third Party) pic.twitter.com/yHhEwmJb6i
સીજેઆઇ ચંદ્રચુડ મહારાષ્ટ્રના વતની
CJI ચંદ્રચુડ મૂળ મહારાષ્ટ્રના વતની છે. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી મુખ્ય તહેવાર છે અને ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. મુંબઈમાં જન્મેલા ચંદ્રચુડે તેમનું પ્રારંભિક જીવન મહારાષ્ટ્રમાં વિતાવ્યું હતું. અહીંથી જ તેમની કાનૂની ક્ષેત્રની સફર શરૂ થઈ હતી. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલબી અને હાર્વર્ડ લૉ સ્કૂલમાંથી એલએલએમની ડિગ્રી હાંસલ કરી હતી.
દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી
ભગવાન ગણેશના ગણેશોત્સવની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે આ તહેવાર 7 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી ઉજવવામાં આવશે. આ ઉત્સવમાં સમગ્ર દેશમાં શોભાયાત્રા, હવન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય ઘણા કાર્યક્રમો ઉજવવામાં આવે છે.