Get The App

મહારાષ્ટ્રમાં પ્રવેશ આપતા હાઈવે પર 2 અઠવાડિયા ટોલ ટેક્સ નહીં, આ પ્રોસેસ કરવી પડશે

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
toll plaza


Ganesh Fest Toll Free Rides in Maharashtra: ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે 4 સપ્ટેમ્બરે રાજ્યભરના તમામ જાહેર બાંધકામ વિભાગ (PWD) અને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) હાઈવે પર 5 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર, 2024 સુધી ટોલ ટેક્સ માફ કરવાનો નિર્ણય લીધો છે. આ 15 દિવસ ટોલ ટેક્સમાંથી માફી મેળવવા માટે આ એક પ્રક્રિયા કરવી જરૂરી છે. 

ટોલ ફ્રી પાસ કેવી રીતે બનાવવો?

5 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર, 2024 સુધી જાહેર બાંધકામ વિભાગ (PWD) અને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા હાઈવે પર ટોલ-ફ્રી મુસાફરી કરવાની આ છૂટ આપવામાં આવી છે. આ માટે ટોલ ફ્રી પાસ બનાવવાનો રહેશે. 

આ પાસ માટે રાજ્ય સરકારની વેબસાઇટ પરથી સેલ્ફ ડિક્લેરેશનનો પ્રોફોર્મા ડાઉનલોડ કરવાનું રહેશે. ડાઉનલોડ કર્યા પછી, તેને સંપૂર્ણ રીતે ભરીને તેને કાળા કલરના કાગળ પર ચોંટાળવાનું રહેશે. ત્યારબાદ તમામ વાહન માલિકોએ આ ફોર્મ તેમના વાહનની વિન્ડશિલ્ડ પર ચોંટાળેલા FASTagની ઉપર બહારની તરફથી ચોંટાળવાનું રહેશે. એટલે કે તમારા વાહનમાં અંદર તરફ FASTag હશે અને બહારની તરફથી સેલ્ફ ડિક્લેરેશનનો પ્રોફોર્મા કાળા કાગળ સાથે ચોંટાળેલુ હશે. 

આ પણ વાંચો: ફરી મોટી ટ્રેન દુર્ઘટના, જબલપુરમાં એક્સપ્રેસ ટ્રેનના બે ડબા પાટા પરથી ઊતર્યા, રેલવે તંત્ર દોડતું થયું

આમ કરવાથી RFID રિડર FASTag સ્કેન કરી શકશે નહીં. 

MSRDCના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, જો FasTag સ્ટીકર સ્કેન થાય અને ટોલ કાપવામાં આવે છે, તો વ્યક્તિ FasTag બેંક એકાઉન્ટ દ્વારા કેશબેક રીક્વેસ્ટ કરી શકે છે, આથી રકમ પાછી મળી જશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમની તમામ બસો માટે કન્સેશન પાસ આપવામાં આવ્યો છે, જેમાં ડ્રાઇવરનું નામ અને વાહન નંબર જેવી જરૂરી માહિતી છે. 

કયા હાઇવે પર ટોલ ટેક્સમાં છૂટ મળશે?

બાંદ્રા-વરલી સી લિંક, NH-48 (મુંબઈ-બેંગલુરુ), NH-66 (મુંબઈ-ગોવા), અને અન્ય PWD સિવાય મુંબઈ (વાશી, ઐરોલી, મુલુંડ, LBS અને દહિસર) ના તમામ પ્રવેશ સ્થળો અને MSRDC રસ્તાઓ  પર ટોલ ટેક્સમાં છૂટ મળશે. 

મહારાષ્ટ્રમાં પ્રવેશ આપતા હાઈવે પર 2 અઠવાડિયા ટોલ ટેક્સ નહીં, આ પ્રોસેસ કરવી પડશે 2 - image


Google NewsGoogle News