'ગાંધીને મહાત્માની ઉપાધિ આપવી ખોટી, ઈસ્લામ ધર્મ નફરત શીખવે છે...' IIT બાબાનું વિવાદિત નિવેદન
IIT Baba Abhay Singh: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભની વચ્ચે અભય સિંહ ઉર્ફે આઈઆઈટીયન બાબા સોશિયલ મીડિયા પર છવાયેલા છે. તે સતત મીડિયા સાથે વાત કરી રહ્યા છે અને દરેક મુદ્દા પર ખુલીને પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. તેમણે સનાતન અને ઇસ્લામ બંનેની ચર્ચા કરી છે. તેમજ તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આપવામાં આવેલી ગાંધી પદવી પર સવાલ ઉઠાવ્યા છે. જ્યારે તેમને ઈસ્લામ વિશે પૂછવામાં આવ્યું તો તેણે તેને નફરત શીખવતો ધર્મ ગણાવ્યો. તેમણે એમ પણ કહ્યું કે આવનારા સમયમાં માત્ર સનાતનનો જ વિજય થશે અને ઈસ્લામ અદૃશ્ય થઈ જશે.
ઈસ્લામ ધર્મ નફરત શીખવે છે: બાબા અભય સિંહ
IIT બાબા અભય સિંહે એક ટીવી ઈન્ટરવ્યૂ દરમિયાન ઈસ્લામ વિશે વાત કરતા કહ્યું, 'મને મુસ્લિમો સાથે કોઈ વાંધો નથી પરંતુ ઈસ્લામ એક ખરાબ ધર્મ છે. ઈસ્લામ એક ખોટી વિચારધારા છે. તે નફરત શીખવે છે. તે શાંતિથી જીવવાનું કહે છે પણ તમે પણ શાંતિથી રહો. જ્યારે તેમને સનાતન ધર્મ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આવનારા સમયમાં માત્ર સનાતન જ રહેશે. હર હર મહાદેવ.'
IIT बाबा ने कही इस्लाम को लेकर यह बड़ी बात
— Tiger Raja Satire (@TigerRajaSinggh) January 18, 2025
मुस्लिम से दिक्कत नहीं है
कुरान की गलत विचारधारा खत्म होनी चाहिए pic.twitter.com/eGc8OExaeK
ગાંધીજીની ઉપાધિ પર ઉઠ્યા પ્રશ્નો
IIT બાબા અભય સિંહે ગાંધીજીને આપવામાં આવેલ મહાત્માની ઉપાધી પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. IIT બાબા અભય સિંહે કહ્યું, 'લોકો આધ્યાત્મિકતાને સમજી શક્યા નથી, તેથી જ તેમણે ગાંધીને મહાત્માનું બિરુદ આપ્યું હતું. તે કેવી રીતે મહાન આત્મા બની ગયા? તેમણે એવું શું કર્યું છે? તેણે શું તપ કર્યું? તેની પાસે કઈ સિદ્ધિ હતી?'
આઈઆઈટીયન બાબા વીડિયો થયો હતો વાયરલ
ચાર દિવસ પહેલા આઈઆઈટીયન બાબાની વાતચીતનો વીડિયો સામે આવ્યો હતો. તેમાં બાબાએ જણાવ્યું હતું કે, 'મેં IIT મુંબઈમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને 36 લાખ રૂપિયાના પેકેજ સાથે કેનેડામાં નોકરી છોડીને મેં વૈરાગ્ય લઈ લીધું છે. ઇન્ટરવ્યુમાં તેઓ અંગ્રેજી બોલી રહ્યા હતા. થોડી જ વારમાં તેનો આ વીડિયો વાયરલ થઈ ગયો હતો.