આઝાદી બાદ પહેલીવાર કોંગ્રેસને મત નહીં આપી શકે ગાંધી પરિવાર, જાણો શું છે તેનું કારણ
Lok Sabha Elections 2024 : આ વખતે લોકસભા ચૂંટણી ઘણી પ્રકારે અલગ તરી આવે છે. આ વખતે ચૂંટણીમાં તે રાજકીય પાર્ટીઓની સાથે ગઠબંધન જોવા મળ્યું છે જે ક્યારેક એકબીજાની વિરોધ પાર્ટી હતી. જોકે, દેશની રાજનીતિનો મિજાજ હવે બદલાઈ ચૂક્યો છે અને એક તરફ 50થી વધુ પાર્ટીઓની સાથે એનડીએ છે તો બીજી તરફ 25થી વધુ પાર્ટીઓની સાથે 'I.N.D.I.A.' ગઠબંધન છે, જેમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને કેટલીક અન્ય વિપક્ષી પાર્ટીઓ છે. આ વખતે ચૂંટણીમાં કેટલીક રસપ્રદ વસ્તુઓ પણ જોવા મળી રહી છે.
આઝાદી બાદ પહેલીવાર 2024ની લોકસભા ચૂંટણીમાં ગાંધી પરિવાર કોંગ્રેસને મત નહીં આપી શકે. ત્યારે, કેજરીવાલ પરિવાર પણ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મત નહીં આપી શકે. તેની પાછળનું કારણ છે કે, બેઠક સમજૂતી હેઠળ નવી દિલ્હીની બેઠક આપને મળી છે, તો નોર્થ ઈસ્ટ દિલ્હીની બેઠક કોંગ્રેસને મળી છે. હવે નવી દિલ્હી બેઠક પર ગાંધી પરિવારના ચારેય સભ્ય સોનિયા, રાહુલ, પ્રિયંકા, રૉબર્ટ વાડ્રાના મત છે, ત્યારે કોંગ્રેસના બદલે આપ ઉમેદવાર સોમનાથ ભારતી 'I.N.D.I.A.' ગઠબંધન તરફથી ભાજપ ઉમેદવાર સુષમા સ્વરાજની દીકરી બાંસુરી સ્વરાજ સામે ચૂંટણી લડી રહ્યા છે. તેવામાં મજબૂરીમાં ગાંધી પરિવારને પોતાના હાથે આમ આદમી પાર્ટીને મત આપવો પડશે.
પાર્ટીને મત ન આપી શકવા પર બોલ્યા સુપ્રિયા શ્રીનેત
કોંગ્રેસ પરિવારના મતને લઈને કરાયેલા સવાલ પર પાર્ટીના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, 'I.N.D.I.A.' ગઠબંધનના સભ્ય છે તો તેમાં તકલીફની કોઈ વાત નથી. સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે, કેજરીવાલ પરિવારના સભ્યો ચાંદની ચોક લોકસભામાં આવે છે, હવે ચાંદની ચોક કોંગ્રેસના કોટામાં છે તો સ્પષ્ટ છે કે કેજરીવાલ અને તેનો પરિવાર આમ આદમી પાર્ટીના બદલે કોંગ્રેસને મત આપશે. જોકે, કોંગ્રેસે અત્યાર સુધી ઉમેદવારનું એલાન નથી કર્યું.