જાણીતા પૂર્વ ભારતીય ક્રિકેટરે હવે રાજનીતિમાંથી પણ લીધો સંન્યાસ, પીએમ મોદી-નડ્ડાને કરી આ અપીલ
IPL 2024માં ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટરની ભૂમિકા ભજવશે
Image:File Photo |
Gautam Gambhir Quit Politics : પૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ અને પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે રાજનીતિથી સન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા રાજકીય ફરજોમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષને કરી વિનંતી
ગંભીરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું, “મેં માનનીય પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને વિનંતી કરી છે કે તેઓ મને મારી રાજકીય ફરજોમાંથી મુક્ત કરે જેથી હું મારી આગામી ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો હૃદયપૂર્વક આભાર માનું છું.” આ સાથે ગંભીરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરીને લખ્યું, “મને લોકોની સેવા કરવાની તક આપવા બદલ આભાર. જય હિન્દ.”
અરવિંદર સિંહ લવલીને હરાવ્યા
ગૌતમ ગંભીર 2019માં ભાજપમાં જોડાયા હતા. પાર્ટીમાં જોડાયા બાદ તેમને પૂર્વ દિલ્હીથી સાંસદની ચૂંટણી લડવાની તક મળી. તેમણે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અરવિંદર સિંહ લવલીને લગભગ 6.95 લાખ મતોના માર્જિનથી હરાવ્યા.
IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટરની ભૂમિકા ભજવશે ગંભીર
હાલ ગૌતમ ગંભીર ભાજપના પૂર્વ દિલ્હીના લોકસભા સાંસદ છે. ગૌતમ ગંભીર T20 વર્લ્ડકપ 2007 અને ODI વર્લ્ડકપ 2011માં ભારતીય ટીમનો ભાગ રહી ચૂક્યો છે. ગંભીરે બંને ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતીય ટીમ માટે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. ગંભીરે T20 વર્લ્ડકપની ફાઇનલમાં 54 બોલમાં 75 રન બનાવ્યા હતા. જયારે ODI વર્લ્ડકપની ફાઇનલમાં તેણે 91 રન આવ્યા હતા. ગંભીર હાલમાં IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો મેન્ટર છે. તે લખનઉ સુપર જાયન્ટ્સનો પણ મેન્ટર રહી ચૂક્યો છે.