ગગનયાનના ૪ ભારતીય એસ્ટ્રોનટસ, રશિયામાં લીધી છે 13 મહિનાની કઠોર તાલીમ
૧૯૮૪માં ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્માએ સ્પેસ ટ્રેનિંગ લીધી હતી
સ્પેસમાં જીરો ગ્રેવિટીમાં શરીર સંતુલન જાળવવું ખૂબ મોટો પડકાર હોય છે
નવી દિલ્હી,૨૭ ફેબુ્આરી,૨૦૨૪,મંગળવાર
ભારતના સમાનવ ચંદ્ર પર જનારા ગગનયાનના ૪ એસ્ટ્રોનટના નામ અને ઓળખ જાહેર કરવામાં આવી છે. ગગન મિશનએ ભારતનો પ્રથમ સમાનવ અવકાશ ઉડાન કાર્યક્રમ છે, જેના માટે ઇસરો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગગનયાન પ્રોજેકટ અંર્તગત ૩ દિવસના મિશન માટે ૪૦૦ કિમીની ભ્રમણકક્ષામાં લોંચ કરીને ભારતીય સમુદ્ર પરથી સફળ ઉતરાણ કરવા સુધીનો સમાવેશ થાય છે. યાનમાં બેસીને ચંદ્ર પર જનારા સાહસિકો ભારતીય વાયુસેનાના ગુ્પ કેપ્ટન અને વિંગ કમાંડર છે.
ચંદ્ર પ્રવાસ માટે ભારતના અંતરિક્ષયાત્રીઓએ રશિયાના યુરી ગાગારિન કોસ્મોનટ ટ્રેનિંગ સેન્ટરમાં ૧૩ મહિના સુધીની તાલીમ લીધી છે. સ્પેસ સંશોધનો અને સ્પેસ સાયન્સમાં લાંબો અનુભવ ધરાવતું રશિયાનું યુરી ગાગારિન ટ્રનિંગ સેન્ટર તાલિમ માટે વિખ્યાત છે. આ સેન્ટરમાં ભારતના પ્રથમ અવકાશયાત્રી હોવાનું ગૌરવ ધરાવતા રાકેશ શર્માએ ૧૯૮૪માં સ્પેસ ટ્રેનિંગ લીધી હતી. આ કોસ્મોનૉટ ટ્રેનિંગ સેન્ટર સ્ટાર સીટી ખાતે આવેલું છે જે રશિયાના પાટનગર મોસ્કોથી ૩૦ કિમી દૂર છે. યુરી ગાગારિન અવકાશમાં જનારા પ્રથમ રશિયન એસ્ટ્રોનટ હતા તેમની યાદમાં નામ રાખવામાં આવ્યું છે.
આ સેન્ટરમાં આપવામાં આવેલી તાલીમ દરમિયાન અંતરિક્ષમાં તમામ પરીસ્થિતિ અને પડકારોનો સામનો કરવાનો સમાવેશ થાય છે.સ્પેસમાં જીરો ગ્રેવિટીમાં શરીર સંતુલન જાળવવું ખૂબ મોટો પડકાર હોય છે આથી ખાસ પ્રકારના જીરો ગ્રેવેટી વાતાવરણમાં તેની શરીર પર થતી અસર ચકાસવામાં આવે છે. કલાકો સુધી સ્પેસના વાતાવરણમાં સર્વાઇવ કરવાનું શિખવવામાં આવે છે. આ ટ્રેનિંગમાં વિષમ પરિસ્થિતિઓમાં એસ્ટ્રોનટને સાચો નિર્ણય લેવા પર ભાર મુકવામાં આવે છે. સ્પેસમાં તાપમાન ખૂબ ઓછું હોય છે.
જો કે સ્પેસયાનમાં તાપમાન જળવાઇ રહે તેવી ગોઠવણ કરવામાં આવે છે તેમ છતાં વિપરિત સંજોગામાં કાતિલ ઠંડીમાં ટકી રહેવાની બરફવાળા ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવી છે. સ્પેસ મિશન અંર્તગત લોંચ,ડોકિંગ અને સ્પેસ વોકિંગ, સ્પેસક્રાફટ ઓપરેશન, અંતરિક્ષયાનનું મેન્ટેનન્સ અને વિવિધ વૈજ્ઞાાનિક પ્રયોગોનો પણ સમાવેશ થાય છે. આ ટ્રેનિંગની કેટલીક તસ્વીરો બહાર પાડવામાં આવી છે જેમાં યોગ અને ધ્યાનની એકટિવિટી દ્વારા માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવા પ્રયાસ કરતા અવકાશયાત્રીઓ જોવા મળે છે.