Get The App

ગગનયાન મિશન અંગે ISROની મોટી જાહેરાત, કહ્યું- ‘રૉકેટ તૈયાર, પહેલા રોબોટ, પછી અવકાશયાત્રીઓને મોકલાશે’

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
ગગનયાન મિશન અંગે ISROની મોટી જાહેરાત, કહ્યું- ‘રૉકેટ તૈયાર, પહેલા રોબોટ, પછી અવકાશયાત્રીઓને મોકલાશે’ 1 - image


ISRO Gaganyaan Mission : ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) અવારનવાર અવનવા કારનામા કરી ભારતનું નામ રોશન કરતું જ રહ્યું છે, ત્યારે ઈસરોના અધ્યક્ષ એસ.સોમનાથે ગગનયાન મિશન અંગે મહત્વની માહિતી શેર કરી છે. તેમના કહ્યા મુજબ ભારત 2026ના અંત સુધીમાં ગગનયાન મિશન લૉન્ચ કરશે. તેમણે એમ પણ કહ્યું છે કે, મિશન માટે પહેલા રોબોટને અવકાશમાં મોકલાશે, ત્યારબાદ અવકાશયાત્રીઓને મોકલવામાં આવશે. મિશનની પ્રથમ માનવરહિત ઉડાન આવતા વર્ષની શરૂઆતમાં થવાની ધારણા છે. આની સફળતા બાદ 2026ના અંતસુધીમાં માનવ મિશન લૉન્ચ કરવામાં આવશે.

એસ.સોમનાથે વિજ્ઞાન મહોત્સવમાં ભાગ લીધો

ઈસરોના અધ્યક્ષે IIT ગુવાહાટીમાં યોજાયેલા ‘ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ-2024’માં ઉપસ્થિત રહ્યા હગા. આ મહોત્સવમાં 20 હજારથી વધુ સહભાગીઓ આવ્યા હતા. તેમણે સ્ટૂડન્ટ સાયન્સ ઈન્ટરએક્ટિવ પ્રોગ્રામ દરમિયાન 4500 વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં કેરિયર બનાવાની અપીલ કરી હતી.

આ પણ વાંચો : શિંદેને ભાજપનો જોરદાર ઝટકો! ગમે તે થાય પણ આ પદ આપવા તૈયાર નહીં

ગગનયાન રૉકેટ તૈયાર : એસ.સોમનાથ

તેમણે કહ્યું કે, ‘અમે છેલ્લા ચાર વર્ષથી ગગનયાન મિશન પર કામ કરી રહ્યા છીએ. રૉકેટ સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે. પ્રથમ માનવરહિત ઉડાન આવતા વર્ષની શરૂઆત લૉન્ચ કરાશે. અગાઉ અમે ડિસેમ્બરમાં લૉન્ચ કરવાના હતા, જોકે ટેકનીક કારણોસર તેને પાછું ઠેલવામાં આવ્યું છે.

માનવ મિશન પહેલા ત્રણ પરીક્ષણ કરાશે

તેમના જણાવ્યા મુજબ 2026માં માનવરહિત ઉડાન લૉન્ચ કર્યા પહેલા ત્રણ પરીક્ષણ કરવામાં આવશે. પ્રથમ ટેસ્ટીંગમાં વ્યોમમિત્ર નામના રોબોટને અવકાશમાં મોકલાશે. આ પરીક્ષણ આવતા વર્ષની શરૂઆતમાં કરાશે. ત્યારબાદ વધુ બે પરીક્ષણ કરાશે. ત્રણ પરીક્ષણ સફળ થયા બાદ અવકાશયાત્રીઓને મોકલવામાં આવશે.

આ પણ વાંચો : ફેંગલ વાવાઝોડાએ વેર્યો વિનાશ: ભારત-શ્રીલંકામાં 19ના મોત, વરસાદનો 30 વર્ષનો રેકૉર્ડ તૂટ્યો

ગગનયાન મિશનની મહત્ત્વની બાબતો

ઈસરો આગામી બે વર્ષમાં ગગનયાન મિશન લૉન્ચ કરવાની જોરશોરથી કામગીરી કરી રહ્યું છે. આ મિશન ત્રણ દિવસનું હશે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય અવકાશયાત્રીઓને પૃથ્વીથી 400 કિલોમીટર દૂર મોકલવાનો અને તેઓને સુરક્ષિત પાછા લાવવાનો છે. આ કારનામું અત્યાર સુધી માત્ર ત્રણ દેશો કરી શક્યા છે. જો આ મિશન સફળ થશે તો ભારતનું નામ પણ સુવર્ણ અક્ષરે લખાશે.

શુક્રયાન મિશનને લીલી ઝંડી

ભારત સરકારે શુક્રયાન મિશનને મંજૂરી આપી છે. આ મિશન 2028માં લોન્ચ કરાશે. સરકારે ભારતીય સ્પેસ સ્ટેશનની સ્થાપનાને પણ મંજૂરી આપી છે. ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન 2035 સુધીમાં તૈયાર થશે. તેમાં કુલ પાંચ મોડ્યુલ હશે. પ્રથમ મોડ્યુલ 2028માં લોન્ચ કરાશે. બીજી તરફ ભારત ચંદ્રયાન-4 મિશનની તૈયારી કરી રહ્યું છે, જેમાં જાપાન પણ જોડાઈ શકે છે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્ર પરથી માટીના નમૂના લાવવાનો છે. ચંદ્રયાન-4ના રોવરનું વજન 350 કિલોગ્રામ હશે.

આ પણ વાંચો : પંજાબના પૂર્વ DyCMએ શૌચાલય સાફ કરી વાસણ ધોવા પડશે, અકાલ તખ્તે ફટકારી સજા


Google NewsGoogle News