ભારત ચીનથી શીખે અને રોજગારી પેદા કરવાનું આર્થિક મોડેલ ઊભું કરે, નીતિન ગડકરીની સલાહ

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
ભારત ચીનથી શીખે અને રોજગારી પેદા કરવાનું આર્થિક મોડેલ ઊભું કરે, નીતિન ગડકરીની સલાહ 1 - image


Nitin gadkari says india should learn from china: પોતાના બેબાક અંદાજ માટે જાણીતા ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, ભારતને વિકાસને પ્રોત્સાહન આપવા માટે લચીલી આર્થિક નીતિઓ અને સામાજિક-આર્થિક મોડલની જરૂર છે. તેમણે કહ્યું કે, મોડલ એવું હોવું જોઈએ જે રોજગારીના સર્જનને પ્રોત્સાહન આપે અને અસમાનતાને ઘટાડી શકે. 

વરિષ્ઠ ભાજપના નેતાએ એક પુસ્તકના વિમોચન પ્રસંગ પર આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, ચીનમાં સ્થિતિ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે અને અનેક દેશો કોરોના મહામારી બાદ તેની સાથે વ્યાપાર કરવા માટે ઉત્સુક નથી. પાડોસી દેશ મંદી જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે અને ત્યાં અનેક કંપનીઓ બંધ થઈ રહી છે. 

ભારત ચીનથી શીખે અને રોજગારી પેદા કરવાનું આર્થિક મોડેલ ઊભું કરે

તેમણે કહ્યું કે, એક વસ્તુ જે આપણે ચીન પાસેથી શીખવી જોઈએ તે એ છે કે, સમાજવાદી, સામ્યવાદી અથવા પૂંજીવાદી બનવા પહેલા આપણે એક એવું આર્થિક મોડલ ઊભું કરવું જોઈએ જે રોજગારી પેદા કરી શકે, ગરીબીને દૂર કરી શકે અને સમાજમાં આર્થિક અને સામાજિક અસમાનતાને ઘટાડી શકે. 

તેમણે કહ્યું કે, ભારતને એક એવા સામાજિક-આર્થિક મોડલની જરૂર છે જે રોજગાર પેદા કરી શકે, ગરીબીને હટાવી શકે અને અસમાનતાને ઘટાડી શકે. જ્યારે તેઓ ભાજપ અધ્યક્ષ હતા તે સમયે ચીનના રાષ્ટ્રપતિ સાથે થયેલી મુલાકાતને યાદ કરતા ગડકરીએ કહ્યું કે, ચીનના રાષ્ટ્રપતિએ મને કહ્યું હતું કે, ચીનના નાગરિક પોતાના દેશના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને વિચારધારાથી પરે કંઈ પણ ઉપયોગ કરવા માટે તૈયાર છે. 


Google NewsGoogle News