Get The App

ગડકરીના પ્રેરણાસ્રોત શિવાજી મહારાજ છે, તેમની કરોડરજ્જુ મજબૂત છે, ‘સામના’માં શિવસેનાની ટિપ્પણી

નીતિન ગડકરીના પ્રેરણાસ્ત્રોત છત્રપતિ શિવાજી મહારાજ છે

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
ગડકરીના પ્રેરણાસ્રોત શિવાજી મહારાજ છે, તેમની કરોડરજ્જુ મજબૂત છે, ‘સામના’માં શિવસેનાની ટિપ્પણી 1 - image


Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી માટે ભાજપે 195 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીનું નામ ન હોવાથી શિવસેના (ઉદ્ધવ)એ પ્રશ્નો કર્યા છે. મંગળવારે શિવસેનાના મુખપત્ર ‘સામના’માં લખ્યું 'નીતિન ગડકરી ભાજપમાં એકમાત્ર એવા નેતા છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની દાદાગીરી સામે ઝુકતા નથી.'

'નીતિન ગડકરીનું શું થશે?'

શિવસેનાના મુખપત્ર સામનામાં 'ગડકરીનું શું થશે?' શીર્ષક સાથે એક લેખ પ્રકાશિત થયો હતો, જેમાં લખ્યું છે કે, 'ભાજપે 195 લોકસભા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નામ આ યાદીમાં નથી અને તેમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી. નીતિન ગડકરી સ્પષ્ટ વક્તા છે, સોમવારે તેમણે કહ્યું હતું કે દેશના ખેડૂતો અને મજૂરો નાખુશ છે. તેઓ કોઈની સામે ઝુકતા નથી.'

'દેશમાં થયેલા વિકાસમાં નીતિન ગડકરીનો મોટો ફાળો'

સામનામાં લખ્યું 'એવું માનવામાં આવે છે કે  માર્ગ પરિવહન મંત્રાલય, જે નીતિન ગડકરી સંભાળે છે, તેમણે છેલ્લા 10 વર્ષોમાં દેશમાં થયેલા વિકાસમાં સૌથી મોટો ફાળો આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીતિન ગડકરી દ્વારા બનાવવામાં આવેલી ઘણી રાષ્ટ્રીય યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. પરંતુ તેમણે તે કામનો શ્રેય નીતિન ગડકરીને આપ્યો નથી. કેબિનેટ અને ભાજપમાં નીતિન ગડકરી એકમાત્ર એવા નેતા છે જે મોદી-શાહની દાદાગીરી સામે ઝૂકતા નથી."

ભાજપના ઉમેદવારોની પહેલી યાદી મુદ્દે સામના લખ્યું છે કે,'નીતિન ગડકરીના પ્રેરણાસ્ત્રોત છત્રપતિ શિવાજી મહારાજ છે, તેથી આ મરાઠી નેતા આત્મસન્માન અને ગૌરવની મજબૂત કરોડરજ્જુ ધરાવે છે.જેને ગડકરીની ચેલેન્જ કહો કે ડર મોદી-શાહ વેપાર મંડળને જરૂર અનુભવ થશે. આના કારણે નીતિન ગડકરી 2024ની ચૂંટણીમાંથી ખસી જશે તે નિશ્ચિત જણાય છે. ગડકરીનું નામ પહેલી યાદીમાં ન હોવાથી પાર્ટીમાં તેમના ચાહકો ચોક્કસપણે દુ:ખી હશે.'


Google NewsGoogle News