'તેઓ જાણે છે બધા ચોર-ડાકુ બેઠા છે...', G20 સમિટ મુદ્દે પોતાની જ સરકાર પર ભડક્યા પાકિસ્તાનીઓ
સૌથી પહેલા આપણે અમેરિકાના સર્કલમાંથી બહાર નિકળી જવું જોઈએ : પાકિસ્તાની નાગરિક
અન્ય એક નાગરિકે કહ્યું, અમારા નેતાઓની ઈજ્જત જ નથી. તેઓ (વિશ્વ) જાણે છે બધા ચોર-ડાકુ બેઠા છે
ઈસ્લામાબાદ, તા.10 સપ્ટેમ્બર-2023, રવિવાર
વિશ્વભરમાં ભારતમાં યોજાઈ રહેલી 2 દિવસીય G20 શિખર સંમેલનની ચર્ચા થઈ રહી છે... આ સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સહિત વિશ્વભરના મોટા દેશોના પ્રતિનિધિઓ પધાર્યા છે... આ સમિટમાં બાંગ્લાદેશ સહિત 9 દેશોને પણ મહેમાન દેશો તરીકે બોલાવાયા હતા... જોકે આ સમિટમાં પાકિસ્તાનને આમંત્રણ અપાયું ન હતું, ત્યારે પાકિસ્તાનને ન બોલાવાતા ત્યાં જ નાગરિકો પોતાની જ સરકાર વિશે બેફામ બોલી રહ્યા છે...
પાકિસ્તાની નાગરિકો ભારતના G20 શું વિચારી રહ્યા છે ?
તાજેતરમાં જ પાકિસ્તાનની યુટ્યુબ ચેનલ ‘રિયલ એન્ટરટેઈનમેન્ટ ટીવી’ પર અપલોડ વીડિયોમાં એન્કરે ત્યાંના નાગરિકોને G20 અંગે કેટલાક પ્રશ્નો કર્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાની નાગરિકો આગબબુલા થઈને તેમની જ સરકાર પર રોષ વ્યક્ત કરી રહ્યા છે. એન્કરે જ્યારે ત્યાંના એક વ્યક્તિને પૂછ્યું કે, ભારતમાં જી20 સમિટ ચાલી રહી છે, જેમાં ફ્રાન્સ, યુકે, યુએસએ અને બ્રિટન સહિત મોટા-મોટા દેશો સામેલ થઈ રહ્યા છે. ગેસ્ટ એન્ટ્રી તરીકે બાંગ્લાદેશને પણ આમંત્રણ અપાયું છે, ત્યારે ભારતની સમિટ અંગે પાકિસ્તાન અને પાકિસ્તાનના નાગરિકો કંઈ દ્રષ્ટિએ જોઈ રહ્યા છે ?
આપણે અમેરિકાના સર્કલમાંથી બહાર નિકળી જવું જોઈએ : પાકિસ્તાની નાગરિક
એન્કરના પ્રશ્નના જવાબમાં એક પાકિસ્તાની વ્યક્તિએ કહ્યું કે, જે દેશો ત્યાં જઈ રહ્યા છે, તે એક મોટી તક છે... બાંગ્લાદેશને પણ બોલાવાયું છે... જોકે અમારી સ્થિતિ એવી નથી કે, તેઓ અમને બોલાવે... સૌથી પહેલા આપણે અમેરિકાના સર્કલમાંથી બહાર નિકળી જવું જોઈએ. આપણે ચીન અને મુસ્લિમ દેશોના સર્કલમાં જવું જોઈએ... ત્યારબાદ જ આપણી સ્થિતિ સુધરી શકે છે... આ અંગ્રેજો આપણને શરૂઆતથી ઉપયોગ કરતા આવ્યા છે... હજુ પણ ઉપયોગ કરી રહ્યા છે...
અન્ય એક વ્યક્તિએ પાકિસ્તાની સરકાર પર ગુસ્સે ભરાઈ કહ્યું કે, અમારા નેતાઓની ઈજ્જત જ નથી. તેઓ (વિશ્વ) જાણે છે બધા ચોર-ડાકુ બેઠા છે... તો પછી બોલાવવાની શું જરૂર છે... સૌથી મોટી વાત વ્યક્તિની ઈજ્જત હોવી જોઈએ... જ્યારે તેમની ઈજ્જત જ નથી તો બોલાવશે કોણ... બાંગ્લાદેશને બોલાવાયું.... બાંગ્લાદેશ આપણાથી આઝાદી મળી હતી... આજે હંમેશા આગળ છે... કારણ કે, ત્યાંના નેતાઓ સત્ય છે... હું સમજું છું... જો ઈમરાન ખાન હોત તો કદાચ તેઓ જરૂરથી બોલાવત...
‘દુબઈમાં પણ પાકિસ્તાનીઓની કોઈ કદર નહીં’
તે વ્યક્તિએ વધુમાં કહ્યું કે, ‘’ઈન્ડિયાવાળાઓ પણ કહે છે કે, તમારો દેશ ચોર-ડાકુઓના હવાલે છે... જો આવી જ સ્થિતિ રહેશે તો તમે ક્યારેય પ્રગતિ નહીં કરી શકો... તમે દિવસે ને દિવસે પાછળ જ જતા રહેશે... અમારા દેશ માટે ખોટી બોલીને અમારે લડતું પડે છે... અંદરથી અમને પણ ખબર છે કે, અમારો દેશ ચોર-ડાકુઓ પાસે છે... હું 2010માં દુબઈ ગયો હતો, ત્યાં પાકિસ્તાનીઓની કોઈ કદર નથી...
પાકિસ્તાન ભુલથી આઝાદ થઈ ગયું ? પાકિસ્તાની વૃદ્ધ
એક અન્ય પાકિસ્તાની વૃદ્ધ નાગરિકે કહ્યું કે, પાકિસ્તાનને ભુલથી આઝાદી મળી તેને 75 વર્ષ થઈ ગયા... તે સમયે જે લોકો ભાગલાનો વિરોધ કરી રહ્યા હતા, તે લોકો સાચા હતા... આવું ન થવું જોઈતું હતું... એક કાશ્મીરી શખસે કહ્યું કે, અમારાથી ભારત ઘણું આગળ છે... અમારા કરતાં ભારતવાળા કાશ્મીરમાં લોકોને વધુ સુવિધાઓ છે, તેમની સામે અમારો કોઈ મુકાબલો નથી...
જી20 શિખર સંમેલનનું સફળ સમાપન
ભારતની યજમાની હેઠળ યોજાયેલ જી20 શિખર સંમેલનનું સફળ સમાપન થયું છે... સમિટના પ્રથમ દિવસે જ સંમેલનમાં ઘોષણાપત્ર જારી કરતાં જ 100 ટકા સંમતિ બની હતી... વડાપ્રધાન મોદીએ રવિવારના અંતિમ દિવસે સંબોધન કર્યું અને છેલ્લે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડી સિલ્વાને જી20ની અધ્યક્ષતા સોંપાઈ...