ગુજરાત સહિત 11 રાજ્યોને આવતીકાલે મળશે 9 'વંદે ભારત' ટ્રેન, જાણી લો રુટ, PM બતાવશે લીલીઝંડી

અમદાવાદથી જામનગર વચ્ચે પણ એક વંદે ભારત ટ્રેન શરૂ થવા જઈ રહી છે

વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ તમામ ટ્રેનોને લીલીઝંડી બતાવશે

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
ગુજરાત સહિત 11 રાજ્યોને આવતીકાલે મળશે 9 'વંદે ભારત' ટ્રેન, જાણી લો રુટ, PM બતાવશે લીલીઝંડી 1 - image

આવતીકાલે 24 સપ્ટેમ્બરના રોજ 11 રાજ્યોમાં નવી 9 વંદે ભારત (Vande Bharat Train) ટ્રેનો શરૂ થવા જઈ રહી છે. વડાપ્રધાન મોદી (PM Modi) વીડિયો લિન્કના માધ્યમથી કાચીગુડા-યશવંતપુર અને વિજયવાડા-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી રવાના કરશે. વડાપ્રધાન મોદી એ જ દિવસે દેશભરમાં 9 વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી રવાના કરશે જેમાંથી બે ટ્રેનનું સંચાલન દક્ષિણ મધ્ય રેલવેના ક્ષેત્રાધિકારમાં રહેશે. દક્ષિણ મધ્ય રેલવેનું હેડક્વાર્ટર (Indian Railway) સિકંદરાબાદમાં છે. આ 9 ટ્રેનોમાં એક અમદાવાદ (Ahmedabad) અને જામનગર (Jamnagar)વચ્ચે શરૂ થનારી વંદે ભારત ટ્રેન પણ સામેલ છે જેને લીલીઝંડી બતાવાશે. 

આ રહી નવી 9 વંદે ભારત ટ્રેનની યાદી... 

1 કાસરગોડ - તિરુવનંતપુરમ (કેરળ) 

2 જયપુર - ઉદયપુર (રાજસ્થાન)

3 વિજયવાડા - ચેન્નઈ (આંધ્રપ્રદેશ અને તમિલનાડુ) 

4 તિરુનવેલી - ચેન્નઈ (તમિલનાડુ) 

5 જામનગર - અમદાવાદ (ગુજરાત)

6 રાંચી - હાવડા (ઝારખંડ અને પ.બંગાળ)

7 સિકંદરાબાદ (કાચેગુડા) - બેંગ્લુરુ (યશવંતપુર) (તેલંગાણા અને કર્ણાટક)

8 રાઉરકેલા - પુરી (ઓડિશા)

9 પટણા - હાવડા (બિહાર અને પ.બંગાળ)




બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News