Get The App

મિનરલ વૉટર અને પેકેજ્ડ ડ્રિંક્સ સ્વાસ્થ્ય માટે ખતરનાક: સરકારે હાઇરિસ્ક કેટેગરીમાં મૂક્યા

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
Water


FSSAI On Mineral Water-Packaged Drinks : આપણે ટ્રેન, બસ કે કોઈ જગ્યાએ મુસાફરી દરમિયાન મિનરલ વૉટર અને પેકેજ્ડ ડ્રિંક્સ ખરીદીએ છીએ, જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ હાનિકારક સાબિત થઈ શકે છે. કેન્દ્ર સરકારના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી (FSSAI)એ આજે સોમવારે મોટો નિર્ણય લીધો છે. જેમાં સ્વાસ્થ્ય માટે ખતરનાક મિનરલ વૉટર અને પેકેજ્ડ ડ્રિંક્સને સરકારે હાઇરિસ્ક ખાદ્ય પદાર્થની કેટેગરીમાં સમાવેશ કર્યો છે. હવે તેમનું ફરજિયાત નિરીક્ષણ અને થર્ડ પાર્ટી ઓડિટ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે પેકેજ્ડ અને મિનરલ વૉટર ઉદ્યોગ માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ પાસેથી પ્રમાણપત્ર મેળવવાની ફરજિયાત શરત દૂર કર્યા પછી આ જાહેરાત કરવામાં આવી છે.

FSSAI દ્વારા જાહેર કરવામાં આવેલાં નવા નિયમો પ્રમાણે, હવે મિનરલ વૉટર અને પેકેજ્ડ ડ્રિંક્સના ઉત્પાદકોને વાર્ષિક નિરીક્ષણનો સામનો કરવો પડશે. જેમાં કંપની લાયસન્ન અથવા નોંધણી કરાવે તે પહેલા આ નિરીક્ષણ કરવામાં આવશે.

એજન્સીઓ પાસેથી વાર્ષિક ઓડિટ કરવાનું રહેશે

FSSAIના આદેશ અનુસાર, પેકેજ્ડ ડ્રિંક્સ સહિત હાઈરિસ્ક ધરાવતાં ખાદ્ય કેટેગરીના ઉત્પાદકોએ FSSAI દ્વારા માન્યતાનું થર્ડ પાર્ટી ખાદ્ય સુરક્ષા એજન્સીઓ પાસેથી વાર્ષિક ઓડિટ કરવાનું રહેશે. આ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદનમાં સુરક્ષ અને ગુણવત્તામાં સુધારો આવે તેવા હેતુ સાથે સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. આમ કરવાથી મિનરલ વૉટર અને પેકેજ્ડ ડ્રિંક્સ ખરીદતા લોકોને ગુણવત્તાયુક્ત વસ્તુઓ મળે.

આ પણ વાંચો: PHOTO : ફેંગલ વાવાઝોડાએ વેર્યો વિનાશ: ભારત-શ્રીલંકામાં 19ના મોત, વરસાદનો 30 વર્ષનો રેકૉર્ડ તૂટ્યો

ઉલ્લેખનીય છે કે, પેકેજ્ડ ડ્રિંકિંગ વૉટર ઈન્ડસ્ટ્રીએ અગાઉ સરકાર પાસે નિયમોને સરળ બનાવવાની માંગ કરી હતી. જેમાં BIS અને FSSAI બંનેને દ્વિપ્રમાણપત્રની જરૂરિયાતો દૂર કરવા વિનંતી કરવામાં આવી હતી. નિષ્ણાતોનું માનવું છે કે, નવા નિયમો અનુપાલન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવામાં અને ઉત્પાદકો પરનો બોજ ઘટાડવામાં મદદ કરી શકે છે.


Google NewsGoogle News