અયોધ્યા પહોંચવાથી લઈને રામલલાના દર્શન સુધી, ક્યાં રોકાવું અને ક્યાં જમવું? જાણો તમામ માહિતી
Image: Twitter/@ShriRamTeerth
નવી દિલ્હી,તા. 20 જાન્યુઆરી 2024, શનિવાર
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ અંગેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. રાજ્ય પ્રમુખ યોગી આદિત્યનાથ આ અંગે સતત ઉચ્ચ સ્તરીય બેઠકો કરી રહ્યા છે અને અયોધ્યાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણા મોટા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે.
અયોધ્યામાં તમામ હોટલનું પ્રી-બુકિંગ રદ કરવામાં આવ્યું છે. તેમજ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે માત્ર આમંત્રિત લોકોને જ કાર્યક્રમમાં ભાગ લેવા સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ 23 જાન્યુઆરીથી મંદિરો સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. સુરક્ષાના કારણોસર અયોધ્યામાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.
જો તમે પણ ભગવાન શ્રી રામના દર્શન કરવા અયોધ્યા જવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને અયોધ્યા પહોંચવાથી લઈને રામલલાના દર્શન કરવા સુધીની સંપૂર્ણ યોજના જણાવીશું જેથી કરીને જ્યારે તમે દર્શન કરવા જાઓ ત્યારે તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.
લખનૌથી અયોધ્યા જવાનો આ સૌથી સહેલો રસ્તો
ટ્રાફિકથી બચવા માટે તમે આ વૈકલ્પિક માર્ગ દ્વારા અયોધ્યા પહોંચી શકો છો. તમે લખનૌથી મોહનલાલગંજ, હૈદરગઢ થઈ બીકાપુર થઈને અયોધ્યા પહોંચી શકો છો. આ માર્ગ પરથી પસાર થવાથી તમે ભારે ટ્રાફિકથી બચી શકો છો.
એરપોર્ટ
અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા પછી, તમે અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા શરૂ કરાયેલ એપ “દિવ્ય અયોધ્યા” દ્વારા રામ મંદિર માટે કેબ બુક કરી શકો છો અથવા ભાડે લઈ શકો છો. આ માટે તમારે એપના ટ્રાવેલ સેક્શનમાં MyEvPlus Cabsનો વિકલ્પ પસંદ કરવો પડશે.
રાજ્ય સરકારે અયોધ્યામાં કાર્યરત તમામ હોટલનું પ્રી-બુકિંગ રદ કરી દીધું છે. અયોધ્યામાં હોટલ બુક કરવા માટે, તમે સરકાર દ્વારા શરૂ કરાયેલ "દિવ્ય અયોધ્યા" એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે અયોધ્યામાં રહેવા માટે આ એપ દ્વારા હોટલમાં રૂમ પણ બુક કરાવી શકશો.
- "દિવ્ય અયોધ્યા" એપ્લિકેશન દ્વારા આ રીતે રૂમ બુક કરો
- એપ ઓપન કરતાંની સાથે જ તમને ચાર સેક્શન દેખાશે, જેમાં અયોધ્યા, ટૂર, ટ્રેવલ અને અધર્સનું ઓપ્શન છે.
- આમાંથી તમારે ટૂર સેક્શનમાં Stay in Ayodhya ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- આ પછી તમને બુકિંગની વિગતો પૂછવામાં આવશે. વિગતો ભર્યા પછી, સર્ચ બટન પર ક્લિક કરો.
- તમે હોટેલ અને હોમસ્ટેના વિકલ્પો જોશો. ત્યાંથી તમે રૂમ બુક કરી શકશો.
આ સિવાય અયોધ્યામાં રામલલા મંદિર ટ્રસ્ટ, જાનકી મહેલ ટ્રસ્ટ, બિરલા પરિવાર અને શ્રી ગહોઈ સમાજની ધર્મશાળાઓ કાર્યરત છે.
પગપાળા થઇ શકે છે
રામલલાના દર્શન કરવા માટે તમારે શહેરની અંદર જવું પડશે. જો તમારી પાસે કાર અથવા કોઈપણ વ્યક્તિગત વાહન હોય, તો તેને શહેરની બહાર અથવા અવધ યુનિવર્સિટીની આસપાસ પાર્ક કરવું પડી શકે છે. અહીંથી ઈ-રિક્ષા જેવા પબ્લિક વાહનો શહેરની અંદર લઇ જ
તમે હનુમાન ગઢીના રસ્તે રામજન્મભૂમિ પહોંચી શકો છો અથવા ચુંગી નાકા થઈને સીધા રામજન્મભૂમિ પહોંચી શકો છો. જો તમે હનુમાન ગઢી થઈને જશો તો તમને વિશ્વ પ્રસિદ્ધ હનુમાન મંદિર પણ જોવા મળશે. આ દરમિયાન, તમારે લગભગ 2 કિલોમીટર સુધી ચાલવું પડશે.
રામ મંદિરમાં દર્શનનો સમય
- રામ મંદિર ભક્તો માટે સવારે 07:00 (સવાર) થી 11:30
- બપોરે 02:00 (બપોરે) થી 07:00 (સાંજે) સુધી
ફરવા લાયક સ્થલો
રામ મંદિર ઉપરાંત, તમે અયોધ્યામાં નાગેશ્વરનાથ મંદિર, કનક ભવન, દશરથ મહેલ, હનુમાન ગઢી, દેવકાલી મંદિર, છોટી દેવકાલી મંદિર, સૂર્ય મંદિર, રાજ દ્વારન મંદિર પણ જોઈ શકો છો.
અયોધ્યામાં વાહન પાર્કિંગની વ્યવસ્થા
દિવ્ય અયોધ્યા એપ પર આપવામાં આવેલી માહિતી અનુસાર અયોધ્યા રામ મંદિર અને તેની આસપાસના વાહન પાર્કિંગની વિગતો..
- ગુરુ વશિષ્ઠ પાર્કિંગ (પૂર્વ)
- ગુરુ વશિષ્ઠ પાર્કિંગ (પશ્ચિમ)
- કૌશલેશ કુંજ પાર્કિંગ
- ત્રિવેણી સદન પાર્કિંગ
- કલેક્ટર કચેરી પાર્કિંગ
છેલ્લા ઘણા દિવસોથી અનેક સમિતિઓ અયોધ્યામાં રામ ભક્તો માટે ભંડારાનું આયોજન કરી રહી છે. આ ઉપરાંત મંદિરથી થોડે દૂર ઢાબા પણ છે જ્યાં તમે ભોજન કરી શકો છો.
અયોધ્યાના આ સ્ટ્રીટ ફૂડ્સ જરૂર ટ્રાય કરો
રામલલાના દર્શન પછી અયોધ્યાના સ્ટ્રીટ ફૂડ મસાલેદાર ચાટ, દાળ કચોરી, કેસર વાલી રબડી અને દહી ભલ્લે ટ્રાય કરવા જોઇએ.