1 નવેમ્બરથી બદલાશે આ નિયમો, તહેવારોની સિઝનમાં લોકોના ખિસ્સા પર પડશે અસર

સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી, પીએનજી અને સીએનજીના ભાવો નક્કી કરે છે

BSE ઈક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટ પર ટ્રાન્ઝેક્શન ચાર્જ વધારવામાં આવશે

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
1 નવેમ્બરથી બદલાશે આ નિયમો, તહેવારોની સિઝનમાં લોકોના ખિસ્સા પર પડશે અસર 1 - image
Image Envato 

તા. 30 ઓક્ટોબર 2023, સોમવાર 

Financial Rules Changing in November 2023:  ઓક્ટોબરનો મહિનો પુરો થવા આવ્યો છે અને નવેમ્બર મહિનાની શરુઆત થવા આવી છે. એવામાં નવા મહિનાની શરુઆતમાં કેટલાક ફેરફાર થવાના છે, જે સામાન્ય લોકોના ખિસ્સા પર સીધી અસર કરશે. નવા મહિનાથી તેલ કંપનીઓ રસોઈ ગેસના ભાવ નક્કી કરશે. આ ઉપરાંત તમને જણાવીશું કે તહેવારના દિવસોમાં એવી કઈ કઈ વસ્તુઓ પર ફેરફાર થવાના છે કે જે સીધી લોકોના ખિસ્સા પર અસર કરશે. 

એલપીજી સિલિન્ડરમાં ભાવ

સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી, પીએનજી અને સીએનજીના ભાવો નક્કી કરે છે. એવામાં એ જોવાનું રહ્યું કે શું તહેવારોની સિઝનમાં સરકાર સામાન્ય લોકોને એક ઝટકો આપીને કિંમતોમાં વધારો કરે છે કે ભાવ યથાવત રાખે છે.

લેપટોપ ઈમ્પોર્ટ લઈને નક્કી કરવામાં આવી છે ડેડલાઈન

કેન્દ્ર સરકાર દ્વારા HSN 8741 ની કેટેગરીના લેપટોપ, પર્સનલ કોમ્પ્યુટર અને ઈલેક્ટ્રોનિક આઈટમોના ઈમ્પોર્ટ પર છુટ આપવામાં આવી હતી. હવે નવેમ્બરમા તેને લઈને શું ફેરફાર થઈ શકે છે, હજુ સુધી સરકારે તેના પર કોઈ નિર્ણય કર્યો નથી.  

BSE ઈક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટ પર ટ્રાન્ઝેક્શન ચાર્જ વધારવામાં આવશે

બોમ્બે સ્ટોક એક્સચેંજ એટલે કે BSE એ 20 ઓક્ટોબર 2023ના રોજ એક નિવેદન આપતા જાણકારી આપી હતી કે, ઈક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટ પર ટ્રાન્ઝેક્શન ચાર્જ વધારવામાં આવી રહ્યો છે. આ ચાર્જ S&P BSE સેંસેક્સ વિકલ્પ પર લગાડવામાં આવશે, જેની સૌથી વધારે અસર રિટેલ રોકાણકારો પર પડશે. 

LIC પોલીસી હોલ્ડર લેપ્સ પોલીસી ચાલુ કરાવે

જો તમારી એલઆઈસીની કોઈ પોલીસી લેપ્સ થઈ ગઈ હોય અને તમે તેને ચાલુ કરાવવા માંગો છો, તો તમારી પાસે 31 ઓક્ટોબર સુધીનો ટાઈમ છે. લેપ્સ પોલીસી ફરી ચાલુ કરાવવા માટે એલઆઈસીએ સ્પેશિયલ કેમ્પેઈન  (LIC Policy Revival Campaign)લોન્ચ કર્યુ છે. ભારતીય જીવન વીમા નિગમ અનુસાર આ સ્પેશિયલ કેમ્પેઈનમાં એક લાખ રુપિયાના પ્રીમિયમ પર લેટ ફીમાં 30 ટકા અથવા વધુમાં વધુ 3000 રુપિયાની છુટ મળી શકે છે. તો એક લાખથી 3 લાખની વચ્ચે 30 ટકા એટલે કે વધુમાં વધુ 3500 રુપિયા અને 3 લાખથી વધારે પર 30 ટકા એટલે કે 4000 રુપિયા સુધીની છુટ મળી શકે છે.


Google NewsGoogle News