બરફની ચાદરથી ઢંકાયું કાશ્મીર, ફોટો-વીડિયોમાં જુઓ હિમવર્ષા પછીનો નજારો
Jammu Kashmir Snowfall Photos: પ્રખ્યાત ટુરિસ્ટ સ્પોટ ગુલમર્ગ હિમવર્ષા સહિત કાશ્મીર ખીણના ઉપલા વિસ્તારોમાં હમણાં થયેલી હિમવર્ષા પછી, પૃથ્વી પરનું આ 'સ્વર્ગ' વધુ સુંદર બની ગયું છે. પર્વતો સફેદ બરફથી છવાયેલા છે. કુદરત તેના અદ્ભુત અને અનોખા નજારા બતાવી રહી છે. જમ્મુ-કાશ્મીરના મેદાની વિસ્તારોમાં અવાર-નવાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગ (IMD)ની આ તાજેતરની આગાહીમાં, મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ અને સાંજ સુધીમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની ચેતવણી જારી કરવામાં આવી છે.
હવામાન વિભાગ (IMD) મુજબ શનિવારે સાંજ બાદ વરસાદ થોડો ઓછો થશે. ત્યાર્વાદ 17 નવેમ્બર બાદ મોસમ સુકું રહેશે અને દિવસ ગરમ રહેશે
કશ્મીરના હિમવર્ષાની તસ્વીરો અને વિડીયો વાયરલ
હિમવર્ષાના કારણે રસ્તાઓ લપસણા થવાના કારણે અધિકારીઓએ બાંદીપોરા-ગુરેઝ રોડ, મુગલ રોડ, અનંતનાગ-કિશ્તવાર રોડ પર વાહનોની અવરજવર બંધ કરવી પડી હતી
મધ્ય કશ્મીરમાં બડગામના દૂધપથરીમાં પણ હિમવર્ષા થઇ. જયારે સાઉથ કશ્મીરમાં કુલગામ, પીરની ગલી, સિંથન ટોપના અમુક વિસ્તારોમાં ખુબ હિમવર્ષા થઇ. ટુરિસ્ટ સ્પોટ ગુલમર્ગ સહીત કશ્મીર ઘાટીના ઉપરી વિસ્તારમાં હિમવર્ષા થઇ છે, જયારે મેદાની વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો.
Kashmir~
— Aquib Mir (@aquibmir71) November 10, 2023
The Crown Of India 🇮🇳
Bharat Mata ki Jai .
Comment and retweet it .pic.twitter.com/GxpiKG9nLU