ગણતંત્ર દિવસની પરેડમાં ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોં મુખ્ય મહેમાન : 25મીએ જયપુરની મુલાકાત લેવાના છે

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
ગણતંત્ર દિવસની પરેડમાં ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોં મુખ્ય મહેમાન : 25મીએ જયપુરની મુલાકાત લેવાના છે 1 - image


- જયપુરમાં હવા મહલ, જંતર મંતર અને પાસેનો આમેરનો દુર્ગ પણ જોશે : અહીં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંત્રણા કરવાના છે

નવી દિલ્હી : ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોં ગણતંત્ર દિવસની પરેડ સમયે મુખ્ય અતિથિ પદે હશે. તે પૂર્વે તેઓ ૨૫મીએ જયપુર પહોંચશે. જયાં તેઓ હવા-મહલ, જંતર-મંતર અને આમેરનો દુર્ગ પણ જોવાના છે. તે પછી જયપુરમાં જ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંત્રણા કરવાના છે.

ત્યાર પછી તેઓ દિલ્હી પહોંચશે. જયાં પ્રજાસત્તાક દિવસની પરેડ સમયે, મુખ્ય અતિથિ પદે હશે. તે પછી તે દિવસે સાંજે જ રાષ્ટ્રપતિ દ્વારા અપાનારા 'એટહોમ' ભોજન સમારંભમાં ઉપસ્થિત રહેશે.

આ માહિતી આપતાં વિદેશ મંત્રાલય જણાવે છે કે પ્રમુખ મેક્રોં વડાપ્રધાન મોદીનાં નિમંત્રણથી ભારત આવવાના છે. પૂર્વે અમેરિકાના પ્રમુખ જો બાયડેનને આમંત્રણ અપાયું હતું પરંતુ તેઓ જાન્યુઆરીના અંતમાં કે ફેબ્રુઆરીના પ્રારંભમાં સ્ટેટ ઓફ ધી યુનિયન સંબોધનની તૈયારીમાં તથા બીજી વખતની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી વ.માં વ્યસ્ત હોવાથી તેઓએ ભારત આવવા માટે અસમર્થતા દર્શાવી હતી. જાણકારો તેમ પણ કહે છે કે, ઇઝરાયલ-હમાસ યુદ્ધ અંગેની તેઓની વ્યસ્તતા પણ તેઓ, ભારત ન આવી શકવાનું મહત્વનું કારણ હોઇ શકે.

ઉલ્લેખનીય છે કે, ૨૦૨૩માં ફ્રાંસ જે દિવસ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવે છે, તે દિવસ ફોલો-ઓફ-બેસિલે ડે (ફ્રાંસના તે સમયની રાજાશાહી સમયની અતિ ક્રૂર જેલના પતનના બિલ) સમયે, પેરિસમાં યોજાતી પેરેડ સમયે મુખ્ય અતિથિ હતા. તો આ વર્ષે ૨૦૨૪માં ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોં ભારતના ગણતંત્ર દિને મુખ્ય અતિથિ બનશે.

નિરીક્ષકો કહે છે કે તે પરેડ સમયે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સેનાની માર્ચ પાસ્ટની સલામતી લેશે જ પરંતુ પછીથી એરફોર્સના વિમાનો દ્વારા કરાતા કરતબો પણ તેઓ તેમજ મુખ્ય અતિથિ વડાપ્રધાન વગેરે નિહાળશે. આ વખતે મહદઅંશે ફ્રાંસની બનાવટના વિમાનો તેમાં પણ વિશેષત: રાફેલ વિમાનોની તથા મિરાજની મહત્વની ભૂમિકા હશે.


Google NewsGoogle News