mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ભારતના આ ખૂણામાં રેલવે મુસાફરીનો ખર્ચ '0', લોકો મફતમાં કરે છે અવર-જવર

જે ટ્રેનની વાત કરીએ છીએ તે હિમાચલ પ્રદેશ અને પંજાબની સરહદ પર ચાલતી ટ્રેન છે.

લગભગ 75 વર્ષથી લોકો વગર ટિકિટે મુસાફરી કરે છે

Updated: Feb 7th, 2024

ભારતના આ ખૂણામાં રેલવે મુસાફરીનો ખર્ચ '0', લોકો મફતમાં કરે છે અવર-જવર 1 - image
Image Railway web

Indian Railways Free Rides Train :ભારતીય રેલવે વિશ્વમાં ચોથી સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. ભારતના કોઈ પણ ભાગમાં આરામદાયક મુસાફરી કરવા માટે ટ્રેનની મુસાફરી સૌથી સુવિધાજનક માનવામાં આવે છે. આ ઉપરાંત ટ્રેનમાં અન્ય કેટલીક સુવિધાઓ પણ મળી રહે છે. જેમ કે જનરલ સીટ, સ્લીપર સીટ, એસીવાળી સીટ વગેરે જેવી સુવિધા મળી રહે છે. અને તે પ્રમાણે ટિકિટનો ચાર્જ પણ અલગ-અલગ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, ભારતમાં એક એવી પણ જગ્યા છે જ્યા આવવા- જવા માટે એક પણ રુપિયાનો ખર્ચ નથી કરવો પડતો. 

હિમાચલ પ્રદેશ અને પંજાબની સરહદ

હકીકતમાં અમે જે ટ્રેનની વાત કરીએ છીએ તે હિમાચલ પ્રદેશ અને પંજાબની સરહદ પર ચાલતી ટ્રેન છે. અહીં લગભગ 75 વર્ષથી લોકો વગર ટિકિટે મુસાફરી કરે છે. અહીં ટ્રેનને એક ખાસ રુપ પર ચલાવવામાં આવે છે. 

શું નામ છે વગર પૈસે મુસાફરી કરાવે છે

અમે જે ટ્રેનની વાત કરીએ છીએ તેનું નામ ભાખરા-નાંગલ ટ્રેન છે. જેને ભાખરા-વ્યાસ મેનેજમેન્ટ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. ભાખરા-નાંગલ ટ્રેન પંજાબ અને હિમાચલ પ્રદેશની સરહદ પર ચાલે છે, જેની દુનિયાભરમાં ખૂબ ચર્ચા થાય છે. માહિતી પ્રમાણે આ ટ્રેનમાં રોજ 800 થી વધારે લોકો પ્રવાસ કરે છે. 

Gujarat