Get The App

ભારત-મ્યાનમાર વચ્ચે ‘મુક્ત અવરજવર’ બંધ, સરકારે પ્રવેશ માટે દસ્તાવેજો ફરજિયાત કર્યા

ભારતે અગાઉ 1643 કિમી લાંબી ભારત-મ્યાનમાર સરદદ પર ફેન્સિંગ લગાવવાનો નિર્ણય કર્યો હતો

ગૃહમંત્રાલયે મ્યાનમાર સાથેની ‘મુક્ત અવરજવર વ્યવસ્થા’ ખતમ કરવાની જાહેરાત કરી

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
ભારત-મ્યાનમાર વચ્ચે ‘મુક્ત અવરજવર’ બંધ, સરકારે પ્રવેશ માટે દસ્તાવેજો ફરજિયાત કર્યા 1 - image

દેશમાં સુરક્ષાને ધ્યાને રાખી કેન્દ્ર સરકારે ભારત અને મ્યાનમાર વચ્ચેની મુક્ત અવરજવર વ્યવસ્થા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ગૃહમંત્રાલયે આંતરિક સુરક્ષાનો હવાલો આપી અને ઉત્તર-પૂર્વની વસ્તી વિષયક માળખું જાળવી રાખવા માટે મ્યાનમાર સાથેનો ‘મુક્ત અવરજવર વ્યવસ્થા’ (Free Movement Regime)ને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે.

ભારતે મ્યાનમાર સાથેની મુક્ત અવરજવર વ્યવસ્થા સમાપ્ત કરી

ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર કહ્યું કે, ‘આપણી સરહદોની સુરક્ષા કરવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નો સંકલ્પ છે. ગૃહમંત્રાલયે નિર્ણય ક્યો છે કે, દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને વસ્તીવિષયક માળખું જાળવી રાખવા માટે ભારત અને મ્યાનમાર વચ્ચેના મુક્ત અવરજવર વ્યવસ્થા (FMR)ને સમાપ્ત કરી દીધી છે.’

ભારત-મ્યાનમાર સરદદ પર ફેન્સિંગ લગાવવાનો પણ નિર્ણય

ઉલ્લેખનિય છે કે, ભારતે બે દિવસ અગાઉ 1643 કિલોમીટર લાંબી ભારત-મ્યાનમાર સરદદ (India-Myanmar Border) પર ફેન્સિંગ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત સરહદ પર વિશેષ ધ્યાન આપવા પેટ્રોલિંગ ટ્રેક પણ બનાવવાનો નિર્ણય કરાયો છે. આ મુદ્દે અમિત શાહે જણાવ્યું હતું કે, સરહદની કુલ લંબાઈમાંથી મણિપુર (Manipur) સ્થિત મોરેહમાં 10 કિલોમીટર સુધી વાડ લગાવાઈ છે. હાઈબ્રિડ સર્વેલન્સ સિસ્ટમ દ્વારા વાડ લગાવવાના પાયલોટ પ્રોજેક્ટ પણ ચાલી રહ્યા છે. અરૂણાચલ પ્રદેશ (Arunachal Pradesh) અને મણિપુરમાં પ્રત્યેક એક કિલોમીટરની અંતરે વાડ લગાવવામાં આવશે. મણિપુરમાં લગભગ 20 કિલોમીટર સુધી વાડ લગાવવાને મંજૂરી પણ આપી દેવાઈ છે અને કામ પણ ટુંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે.


Google NewsGoogle News