Get The App

VIDEO | વિચાર્યું પણ ન હોય એ રીતે તિજોરીમાં આતંકીઓએ બનાવ્યા બંકર, સુરક્ષાદળો પણ ચોંક્યા

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
hideout of terrorists in Kulgam, Kashmir


Jammu Kashmir Terrorist hideout behind almirah: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓનો વીડિયો સામે આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે ચારેય આતંકીઓ ચિન્નીગામમાં એક કબાટમાં એક બંકરમાં બનાવીને તેમાં છુપાયા હતા. હવે સુરક્ષા દળો અને એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આતંકવાદીઓને છુપાવવામાં સ્થાનિક લોકોનો પણ હાથ હતો કે કેમ. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કબાટમાંથી પ્રવેશવાનો રસ્તો હતો અને અંદર એક સંપૂર્ણ બંકર બનાવવામાં આવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં છ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ સાથે જ ભારતીય સેનાના બે જવાન પણ શહીદ થયા હતા. આ ઓપરેશન દરમિયાન ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ સહિતની સંયુક્ત દળોએ આતંકવાદીઓના ગુપ્ત ઠેકાણાને શોધીને તેને નષ્ટ કરી દીધો હતો. 

એન્કાઉન્ટરમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા

જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોને દક્ષિણ કાશ્મીર જિલ્લાના મોદરગામ નામના ગામમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળી હતી. જે બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 

પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ સફરજનના ગીચ બગીચામાં સ્થિત એક મકાનમાં છુપાયેલા હતા. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર કર્યો, ત્યારબાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું અને બંને તરફથી ફાયરિંગ શરૂ થઈ ગયું. 

એન્કાઉન્ટર શરૂ થતાં જ સેનાના એક જવાનને ગોળી વાગી હતી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અહીં, કુલગામના ફ્રિસલ ચિન્નીગામ વિસ્તારમાં આતંકવાદીઓ અને સેનાના જવાનો વચ્ચે વધુ એક અથડામણ થઈ. બંને જગ્યાએ ચાલી રહેલી ગોળીબારીમાં 6 આતંકીઓ માર્યા ગયા અને બે જવાન શહીદ થયા.

માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ થઈ 

ચિન્નીગામમાં માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ યાવર બશીર ડાર, ઝાહિદ અહેમદ ડાર, તૌહીદ અહેમદ રાથેર અને શકીલ અહેમદ વાની તરીકે થઈ છે. મદેરગામમાં બે આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા, જેમની ઓળખ ફૈઝલ અને આદિલ તરીકે થઈ હતી. 

આ પણ વાંચો: યાત્રીગણ ધ્યાન દે! 4 રાજ્યોને જોડતી 4 નવી ટ્રેનો શરુ કરાશે, જાણો સમય, રૂટ અને ક્યાંથી ઉપડશે

આ આતંકી હુમલા એવા સમયે થયા છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં પણ અમરનાથ યાત્રા ચાલી રહી છે. તાજેતરમાં જ રિયાસીમાં આતંકીઓએ શ્રદ્ધાળુઓની બસ પર હુમલો કર્યો હતો. સાથી આતંકવાદીઓની હત્યાથી ગુસ્સે થયેલા આતંકવાદીઓએ રવિવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં એક પોસ્ટને નિશાન બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, જવાબી ગોળીબાર કરતાં તેઓ ભાગી ગયા હતા.

VIDEO | વિચાર્યું પણ ન હોય એ રીતે તિજોરીમાં આતંકીઓએ બનાવ્યા બંકર,  સુરક્ષાદળો પણ ચોંક્યા 2 - image



Google NewsGoogle News