Get The App

મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના, મકાનમાં લાગી ભીષણ આગ, 2 બાળકો સહિત 4 લોકોના મોત

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના, મકાનમાં લાગી ભીષણ આગ, 2 બાળકો સહિત 4 લોકોના મોત 1 - image


Fire Incident In Madhya Pradesh: મધ્ય પ્રદેશના દેવાસ શહેરના નયાપુરા વિસ્તારમાં શનિવારે (21મી ડિસેમ્બર) વહેલી સવારે એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ થયા હતા. આ દુર્ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. મૃતકોમાં પતિ, પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે. મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર ડેરી ચાલતી હતી, જેમાં આગ ફાટી નીકળી હતી અને આગે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

શ્વાસ રુંધાવાથી ચાર લોકોના મોત

અહેવાલ અનુસાર, દેવાસમાં આજે વહેલી સવારે નયાપુરા વિસ્તારમાં મદન સોલંકી નામના યુવકના ઘરમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટના સવારે 4.14 વાગ્યે બની હતી.  ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાની ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ આગમાં શ્વાસ રુંધાવાથી ચાર લોકોના મોત થયા છે.

મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના, મકાનમાં લાગી ભીષણ આગ, 2 બાળકો સહિત 4 લોકોના મોત 2 - image

મૃતકોના નામ પણ સામે આવ્યા

આ આગની દુર્ઘટનામાં દિનેશ સુથાર (ઉં.વ. 35), ગાયત્રી સુથાર (ઉં.વ. 30), ઈશિકા (ઉં.વ.10), ચિરાગ (ઉં.વ.7)નો સમાવેશ થાય છે. આ ઘરમાં દિનેશ તેના પરિવાર સાથે રહેતો હતો. તેમના 3 માળના મકાનના ગ્રાઉન્ડ ફ્લોરમાં દૂધની ડેરી હતી. ડેરીમાં આગ લાગતાં આગ બીજા માળ સુધી પહોંચી હતી. હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ પોલીસ તપાસ કરી રહી છે.

મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના, મકાનમાં લાગી ભીષણ આગ, 2 બાળકો સહિત 4 લોકોના મોત 3 - image


Google NewsGoogle News