ઝારખંડમાં મધમાખીએ મચાવ્યો કહેર, એક જ પરિવારના 4 લોકોના મોત
Image Source: Twitter
Jharkhand Bees Attack: ઝારખંડના રાંચીથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. અહીં મધમાખીના કરડવાથી એક જ પરિવારના ચાર લોકોના મોત થઈ ગયા છે. આ ઘટના તુપુદાન પોલીસ સ્ટેશન વિસ્તારની હોવાની માહિતી મળી રહી છે. મૃતકોમાં એક મહિલા અને ત્રણ બાળકો સામેલ છે. આ ઘટના 21 સપ્ટેમ્બરના રોજ ઘટી હતી. પીડિતાના પતિ સુનિલ બારલાએ જણાવ્યું કે, મારી પત્ની બાળકો સાથે પિયર હઈ હતી. આ દરમિયાન આ ઘટના ઘટી. મહિલા ખૂંટી જિલ્લાના કર્રા બ્લોકના કોસંબી ગામની રહેવાસી હતી. પતિએ જણાવ્યું કે, મારી પત્ની તુપુદાન પોલીસ સ્ટેશન વિસ્તારની હરદાગ ગઢા ટોલી વિસ્તારમાં સ્થિત પોતાના પિયર ગઈ હતી.
શનિવારે તેઓ એક કૂવા પાસે સ્નાન કરવા માટે ગયા હતા. આ દરમિયાન અચાનક મધમાખીના ઝૂંડે તેમના પર હુમલો કરી દીધો હતો. આ મધમાખીના હુમલામાં ચારેયના મૃત્યુ થઈ ગયા છે. મારી પત્ની પોતાના બાળકો અને ગામના કેટલાક અન્ય લોકો સાથે કૂવા પર સ્નાન કરવા ગઈ હતી. તેઓએ સ્નાન કરવાનું શરૂ કર્યું અને અચાનક મધમાખીના ઝૂંડે તેમના પર હુમલો કરી દીધો.
મધમાખીના ઝૂંડે હુમલો કરતા જ લોકોમાં અફરા-તફરી મચી ગઈ. લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ ભાગવા લાગ્યા. પરંતુ મહિલા અને બાળકો ફસાય ગયા અને મધમાખીના ઝૂંડના હુમલામાં ચારેયના મોત થઈ ગયા.