દિલ્હીમાં ઓનલાઇન ચીટિંગ રેકેટ ચલાવતા ચારની ધરપકડ

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
દિલ્હીમાં ઓનલાઇન ચીટિંગ રેકેટ ચલાવતા ચારની ધરપકડ 1 - image


- સાઇબર ક્રાઇમનું વધતુ જતું પ્રમાણ

- આરોપીઓએ 2,100થી વધુ લોકો સાથે કુલ ચાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરી 

નવી દિલ્હી : દેશમાં દિનપ્રતિદિન સાઇબર ક્રાઇમનું પ્રમાણ વધી રહ્યુ છે. દિલ્હી પોલીસે સમગ્ર દેશમાં ૨,૧૦૦થી વધુ લોકો સાથે છેતરપિંડી કરનારા સાત જણની ધરપકડ કરી છે. તેઓએ ઓનલાઇન સેલ્સના નામે તેમની સાથે ચાર કરોડથી વધુ રકમની છેતરપિંડી આચરી હતી. 

આરોપીઓ છેલ્લા બે વર્ષથી કૌભાંડ ચલાવતા હતા. ડેપ્યુટી પોલીસ કમિશ્નર રોહિત મીણાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ૨,૧૦૦થી વધુ ફરિયાદ અને ૬૭ એફઆઇઆર નોંધાઈ છે. સાતમી ઓક્ટોબરના રોજ વિજય પાહવાએ પોલીસ ફરિયાદ ફાઇલ કરી હતી કે તેનો એક વેબસાઇટ પરથી ઓનલાઇન ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માટે નંબર લઈ સંપર્ક કરવામાં આવ્યો હતો. પાહવાએ તેને ૧.૧૫ લાખ રુપિયાની ચૂકવણી કરી હતી. પછી આરોપીએ તેને પ્રતિસાદ આપવાનું જ બંધ કરી દીધુ હતુ. 

તેના પછી તે સમજી ગયો કે તેની સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. તેણે પછી શાહદરા સાઇબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને તપાસ શરુ કરી હતી. સાઇબર ટીમ્સે વિવિધ વિગતો એકત્રિત કરી અને પછી જૈન નગર કરાલામાં દરોડો પાડયો હતો.

 પોલીસે પાડેલા દરોડામાં મોહમ્મદ રાજા, વિકાસ, મોહમ્મદ સુહૈલ અંસારી અને અંકિત યાદવની ધરપકડ કરી હતી. ચારેય જણા જાણીતી કંપનીઓની બનાવટી વેબસાઇટ બનાવતા હતા અને પછી તે છેતરપિંડી  કરનારાઓને વેચી દેતા હતા, જેથી તેઓ લોકો સાથે છેતરપિંડી કરી શકે. 

પોલીસે આ આરોપીઓની પૂછપરછ કરીને મળેલી માહિતીના આધારે વધુ દરોડા પાડયા હતા અને બીજા ત્રણ બિહારી પાસવાન, અજીત કુમાર પાસવાન અને કન્હૈયા કુમાર મહતોની બિહારમાંથી ધરપકડ કરી હતી. તેમા ્જીત અને બિહારી કોલિંગ એજન્ટ હતા. જ્યારે કન્હૈયા છેતરપિંડીની રકમ એટીએમમાંથી ઉપાડતો હતો. 


Google NewsGoogle News