Get The App

'કોરોનાનો નવો વેરિયન્ટ ચિંતાજનક નથી પણ સાવચેતી જરૂરી', WHOના પૂર્વ મુખ્ય વિજ્ઞાની સ્વામીનાથનનો દાવો

કોરોનાનો નવો સબ વેરિયન્ટ જેએન-1 ચિંતાનો વિષય બની ગયો છે

સ્વામીનાથન ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
'કોરોનાનો નવો વેરિયન્ટ ચિંતાજનક નથી પણ સાવચેતી જરૂરી', WHOના પૂર્વ મુખ્ય વિજ્ઞાની સ્વામીનાથનનો દાવો 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 22 ડિસેમ્બર 2023 શુક્રવાર

દેશમાં એકવાર ફરી કોરોના વધતો જઈ રહ્યો છે. કોરોનાનો નવો સબ વેરિયન્ટ જેએન-1 ચિંતાનો વિષય બનેલો છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાના પૂર્વ પ્રમુખ વિજ્ઞાની ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે હાલ કોરોનાથી ગભરાવાની જરૂર નથી. આ જોખમી નથી. આ ચિંતાનો વિષય નથી. જોકે, સ્વામીનાથનનું કહેવુ છે કે સાવધાની રાખવી જરૂરી છે. લોકોએ એલર્ટ રહેવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે સ્વામીનાથન ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

વેન્ટિલેટેડ વિસ્તારોમાં રહેવાનો પ્રયત્ન કરો

સ્વામીનાથને જણાવ્યુ કે આપણે સતર્ક રહેવાની જરૂર છે. આપણે ચિંતા કરવાની જરૂર નથી. અમારી પાસે સૂચન આપવા માટે હાલ કોઈ ડેટા નથી. આપણે માત્ર સામાન્ય બચાવ ઉપાયની જરૂર છે. આપણે સતર્કતા રાખવાની જરૂર છે. લોકોએ માસ્ક વિના ઓછા વેન્ટિલેશન વાળા સ્થળમાં રહેવાથી બચવુ જોઈએ. જો તમે આવા કોઈ વિસ્તારમાં છો તો માસ્ક જરૂર પહેરો. કોઈ સંક્રમિત વ્યક્તિની પાસે જવાથી બચો. ખુલ્લા સ્થળમાં રહેવાનો પ્રયત્ન કરો. જો તાવ કે શ્વાસ ફૂલવા જેવી કોઈ પણ સમસ્યા થાય તો હોસ્પિટલ જરૂર જાવ. આપણે એ ધ્યાન રાખવુ પડશે કે અત્યારે શિયાળાની સીઝન છે. આપણે સાવધાની રાખવાની જરૂર છે. ભારતમાં અત્યાર સુધી 21 કેસ સામે આવ્યા છે, જેનાથી લોકોમાં ફરીથી ગભરામણ થઈ રહી છે. WHOએ પણ જણાવ્યુ છે કે વર્તમાન પુરાવાના આધારે જેએન-1 નું જોખમ ઓછુ છે.

ખાંસી-શરદીને હળવાશમાં ન લો

આ સીઝનમાં શરદી-ખાંસી થવી સામાન્ય બાબત છે, પરંતુ કોરોનાના બદલેલા સ્વરૂપના આવ્યા બાદ તેને હળવાશમાં લઈ શકાય નહીં. જો કોઈ દર્દીને શરદી-ખાંસી લાંબા સમયથી છે તો તેને કોરોનાની તપાસ કરાવવી જોઈએ. આવા દર્દીઓમાં કોરોનાના કેસ મળી શકે છે. જોકે, અત્યાર સુધી આવેલા કેસોમાં આ વધુ ગંભીર જોવા મળ્યુ નથી, પરંતુ બચાવ માટે સતર્ક રહેવુ વધુ જરૂરી છે. 

કોવિડ નિયમોનું પાલન કરો

માસ્ક પહેરો

પોતાના હાથને વારંવાર સાફ કરો

સામાજિક અંતર જાળવો

આ લોકોને વધુ જોખમ

વૃદ્ધ

બાળકો

ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને શ્વસન દર્દીઓ

કેન્સર, હૃદય અને અન્ય રોગોથી બીમાર લોકો

કોરોનાના શરૂઆતી લક્ષણ

સતત તાવ રહેવો

સૂકી ખાંસી

થાક

શ્વાસ લેવામાં તકલીફ

નાક વહેવુ

ગળામાં ખારાશ

નાક બંધ થવુ


Google NewsGoogle News