Get The App

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એક્ટર ઉપ્પલપતિ કૃષ્ણમ રાજુનું અવસાન

Updated: Sep 11th, 2022


Google NewsGoogle News
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એક્ટર ઉપ્પલપતિ કૃષ્ણમ રાજુનું અવસાન 1 - image


- તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો 

નવી દિલ્હી, તા. 11 સપ્ટેમ્બર 2022, રવિવાર

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પીઢ અભિનેતા ઉપ્પલપતિ કૃષ્ણમ રાજુનું રવિવારે વહેલી સવારે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. તેઓ 83 વર્ષના હતા અને તેમના પરિવારમાં તેમની પત્ની અને ત્રણ પુત્રીઓ છે. રાજુ ફિલ્મ 'બાહુબલી'ના ફેમસ એક્ટર પ્રભાસના કાકા હતા. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે તે કોવિડ-19 પછીની સમસ્યાઓથી પીડિત હતો. તેમને 5 ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઉપ્પલપતિ કૃષ્ણમ રાજુ બે વખત લોકસભા સદસ્ય રહી ચૂક્યા હતા અને તેમણે અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેન્દ્રીય રાજ્યમંત્રીના રૂપમાં કાર્ય કર્યું હતું. રિબેલ સ્ટારના નામથી પ્રખ્યાત રાજુએ 180થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું અને પોતાના વિદ્રોહી પાત્રોથી ચર્ચામાં રહેતા હતા. તેમણે પોતાના ફિલ્મી સફરની શરૂઆત 1966માં તેલુગુ ફિલ્મ 'ચિલાકા ગોરિંકા'થી કરી હતી. તેમના અભિનય માટે તેમને ઘણા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા.

રિબેલ સ્ટારના નામથી પ્રખ્યાત હતા

તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાવે એક નિવેદનમાં જણાવ્યું કે, 50 વર્ષની કારકિર્દી દરમિયાન અનેક ફિલ્મોમાં શાનદાર અભિનય કરનાર અને પોતાની અનોખી અભિનય શૈલીથી 'રિબેલ સ્ટાર' તરીકે ફિલ્મ પ્રેક્ષકોના દિલ જીતનાર કૃષ્ણમ રાજુનું નિધન તેલુગુ સિનેમા માટે મોટી ક્ષતિ છે. પૂર્વ મંત્રીના નિધન પર શોક વ્યક્ત કરતા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તેલંગાણા યુનિટના પ્રમુખ બાંડી સંજય કુમારે એક નિવેદનમાં કહ્યું કે, કૃષ્ણમ રાજુનું નિધન દુઃખદ છે અને તે ભાજપ, તેલુગુ ફિલ્મ ઉદ્યોગ અને લોકો માટે મોટી ક્ષતિ છે.

કૃષ્ણમ રાજુના નિધન પર પીએમ નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે

ઈલાજ દરમિયાન નિધન

રાજુનો એઆઈજી હોસ્પિટલમાં ઈલાજ ચાલું હતો. હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોવિડ પછીની જટિલતાઓને કારણે તેમને 5 ઓગસ્ટના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યુમોનિયા થયો હતો. હોસ્પિટલે કહ્યું કે 11 સપ્ટેમ્બરના રોજ ન્યુમોનિયાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું અને જટિલતાઓને કારણે તેમણે મોડી રાત્રે 3:16 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. 


Google NewsGoogle News