VIDEO : તેલંગાણાના પૂર્વ ડેપ્યુટી સીએમ ધ્વજવંદન દરમિયાન બેહોશ થયા, પાર્ટીના નેતાઓએ તેમને સંભાળ્યા
તેઓ 2014 થી 2018 સુધી તેલંગાણાના ડેપ્યુટી સીએમ હતા
મહેમૂદ અલી કેસીઆરની પાર્ટી બીઆરએસના નેતા છે
Mahmood Ali faints: દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ચાલી રહી છે તે વચ્ચે તેલંગાણામાંથી એક મોટા સમાચાર આવ્યા છે. જ્યાં ધ્વજવંદનના કાર્યક્રમ દરમિયાન બીઆરએસ (BRS) નેતા અને રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ બેહોશ થઈ ગયા હતા.
મહેમૂદ અલીને કેસીઆરના બીજા કાર્યકાળમાં ઘણા વિભાગો આપવામાં આવ્યા હતા
તેલંગાણાના પૂર્વ ડેપ્યુટી સીએમ મહમૂદ અલી (Mahmood Ali) અચાનક બેહોશ થઈ જતાં ત્યાં હાજર લોકોએ તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ ગયા હતા. મહેમૂદ અલી કેસીઆરની પાર્ટી બીઆરએસના નેતા છે. તેઓ 2014 થી 2018 સુધી તેલંગાણાના ડેપ્યુટી સીએમ હતા. કેસીઆર (KCR)ના બીજા કાર્યકાળમાં, મહેમૂદ અલીને રાજ્યના ગૃહ મંત્રાલય, જેલ અને ફાયર સર્વિસના વિભાગો આપવામાં આવ્યા હતા.
વિવાદો સાથે જૂનો સંબંધ છે
મહમૂદ અલીનો વિવાદો સાથે પણ લાંબો સંબંધ છે. તેલંગાણાના ગૃહમંત્રી રહીને તેમણે મહિલાઓને લઈને નિવેદન આપ્યું હતું, જેમાં ઘણો વિવાદ થયો હતો. મહમૂદ અલીએ કહ્યું હતું કે ટૂંકા કપડા પહેરવાથી મહિલાઓને સમસ્યા થઈ શકે છે. 2023માં, જ્યારે મહમૂદ અલી પશુપાલન મંત્રી તલસાની શ્રીનિવાસ યાદવને તેમના જન્મદિવસ પર શુભેચ્છા આપવા માટે એક મંચ પર પહોંચ્યા, ત્યારે તેમણે અંગત સુરક્ષા અધિકારીને થપ્પડ મારી દીધી હતી.