પૂર્વ સાંસદનું પત્તું કપાતાં મંચ પર જ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યાં, નાના ભાઈને ટિકિટ મળી છતાં ખુશ નથી!

Updated: Apr 13th, 2024


Google NewsGoogle News
પૂર્વ સાંસદનું પત્તું કપાતાં મંચ પર જ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યાં, નાના ભાઈને ટિકિટ મળી છતાં ખુશ નથી! 1 - image


Lok Sabha Elections 2024 | ટિકિટ કેન્સલ થવાની પીડા રાજકારણીઓ કરતાં કોણ સારી રીતે સમજે? કેટલાક ટિકિટ કપાતા પાર્ટી છોડી રહ્યા છે, જ્યારે કેટલાક સ્ટેજ પર જ આંસુ વહાવી રહ્યા છે. આ જ તસવીર અરરિયામાં જોવા મળી જ્યારે લાલુની પાર્ટી આરજેડીના પૂર્વ સાંસદ સરફરાઝ આલમ સ્ટેજ પર સમર્થકોને સંબોધિત કરતી વખતે ભાવુક થઈ ગયા અને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા. જેના પછી ત્યાં હાજર તેમના સમર્થકોએ તેમને સાંત્વના આપી હતી. 

નેતાજી સૌની સામે ભાવુક થઇ ગયા... 

પોતાના પિતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી તસ્લીમુદ્દીનને યાદ કરતાં સરફરાઝ આલમની આંખો ભીની થઈ ગઈ. આ દરમિયાન તેમણે લાલુ યાદવ અને તેજસ્વી પર પોતાનો ગુસ્સો પણ ઠાલવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આરજેડીએ સરફરાઝ આલમના નાના ભાઈ શાહનવાઝ આલમને અરરિયાથી પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.

વીડિયો પણ વાયરલ થયો 

આરજેડીના પૂર્વ સાંસદ સરફરાઝ આલમનો રડવાનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે સ્ટેજ પર રડતા જોવા મળી રહ્યાં છે. નજીકમાં ઉભેલા લોકો અને તેમના સમર્થકો તેમના આંસુ લૂછી રહ્યા છે અને તેમને શાંત કરાવે છે.  સરફરાઝ આલમ વિરુદ્ધ અરરિયા સહિત અનેક જિલ્લાઓમાં ગુનાહિત કેસ નોંધાયેલા છે. સરફરાઝ આલમે લાલુ યાદવ પર ટિકિટ વેચવાનો પણ આરોપ લગાવ્યો છે.

પૂર્વ સાંસદનું પત્તું કપાતાં મંચ પર જ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યાં, નાના ભાઈને ટિકિટ મળી છતાં ખુશ નથી! 2 - image


Google NewsGoogle News